- Noiseએ પહેલા સ્માર્ટ ચશ્મા ભારતમાં લોન્ચ કર્યા
- આ સ્માર્ટ ગ્લાસ યુઝર્સને યુનિક ઑડિયો એક્સપીરિયન્સ આપશે
- Noise i1 સ્માર્ટ ચશ્માને 5999 રૂપિયાની કિંમત પર રજૂ કરવામાં આવ્યાં
Noiseએ પોતાના પહેલા સ્માર્ટ ચશ્મા ભારતમાં લોન્ચ કર્યા છે. કંપનીએ તેનુ નામ Noise i1 રાખ્યું છે. કંપની મુજબ આ ચશ્માને Noise Labsમાં ડેવલપ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટ ગ્લાસ યુઝર્સને યુનિક ઑડિયો એક્સપીરિયન્સ આપશે. Noise i1 સ્માર્ટ ચશ્માને 5999 રૂપિયાની કિંમત પર રજૂ કરવામાં આવ્યું છે. આ ડિવાઈસને ઑનલાઈન gonoise.com પરથી ખરીદી શકાય છે. આ લિમિટેડ એડિશન ડિવાઈસ છે. જેના કારણે સ્ટૉક મર્યાદિત જ રહેશે.
કંપનીએ જણાવ્યું છે કે Noise i1 સ્માર્ટ ચશ્માને ભારતમાં જ બનાવવામાં આવ્યાં છે. એટલેકે આ મેડ ઈન ઈન્ડિયા ડિવાઈસ છે. આ ડિવાઈસમાં મોશન એસ્ટિમેશન, મોશન કમ્પનસેશન, કોલિંગ માટે માઇક્રોફોન, મેગ્નેટિક ચાર્જિગ, હેન્ડ્સ ફ્રી વૉઈસ કંટ્રોલ અને બીજા ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ સ્માર્ટ ચશ્મામાં ગાઈડેડ ઑડિયો ડિઝાઈન આપવામાં આવ્યો છે, જે કાન સુધી પ્રોપર મ્યુઝીક ફ્લોને બનાવીને રાખે છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઈસ સરાઉન્ડીંગ નૉઈઝને પણ બ્લોક કરી દે છે, જેનાથી યુઝરને ઈમર્સિવ ઑડિયો અનુભવ મળે છે.
કનેક્ટિવિટી માટે Noise i1 માં Bluetooth વર્ઝન 5.1નો સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ સિંગલ ચાર્જ પર 9 કલાક સુધી તેની બેટરી ચાલે છે. આ સ્માર્ટ ચશ્મામાં ફાસ્ટ ચાર્જિગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે 15 મિનિટ ચાર્જ કરવાથી આ 120 મિનિટ સુધી મ્યુઝીક પ્લેબેક આપે છે. આ સ્માર્ટ ચશ્મામાં મલ્ટી-ફંકશન ટચ કંટ્રોલ્સ આપવામાં આવ્યાં છે. જેનાથી યુઝર્સ કૉલને એક્સેપ્ટ અથવા રિજેક્ટ કર્યા સિવાય મ્યુઝીકને મેનેજ કરી શકે છે અથવા વૉઈસ આસિસ્ટન્ટ સક્રિય કરી શકે છે.