પાણીનું મહત્વ કોઈ રણ વિસ્તારમાં રહેતા વ્યક્તિને જ અસલમાં ખબર હોય
કોઈ એવી મશીન હોય કે જે હવામાંથી પાણી બનાવી શકે તો
ઈઝરાયલની Watergen નામની કંપનીએ એક એવા મશીનનો આવિષ્કાર કર્યો છે
પાણીનું મહત્વ કોઈ રણ વિસ્તારમાં રહેતા વ્યક્તિને જ અસલમાં ખબર હોય. આવા સુકા વિસ્તારમાં એક-એક પાણીના ટીપા ખુબ કિંમતી હોય છે. પરંતું જો કોઈ એવી મશીન હોય કે જે હવામાંથી પાણી બનાવી શકે તો કેટલો ફાયદો થાય. તમને લાગતું હશે કે હવામાંથી પાણી કેવી રીતે બને. તો આ હવે શક્ય છે. ઈઝરાયલની Watergen નામની કંપનીએ એક એવા મશીનનો આવિષ્કાર કર્યો છે જે હવામાંથી પાણી જનરેટ કરે છે. આ મશીનને હવે ભારત લોન્ચ કરવામાં આવ્યું છે. આ માટે કંપનીએ SMV Jaipuria Group સાથે પાર્ટનરશિપ કરી છે.
આ પાર્ટનરશિપ સાથે કંપની Atmospheric Water Generators (AWG) પ્રોડક્ટ્સની અનેક કેટગરીને ભારતમાં લોન્ચ કરશે. આ મશીન એમ્બિયંટ હવામાંથી મિનરલ અને સુરક્ષિત પાણી બનાવે છે. કંપનીનું કહેવું છે કે ઓપરેશન શરૂ થવાના 1 વર્ષની અંદર તેઓ મેનુફેક્ચરિંગ યુનિટને ભારતમાં લોન્ચ કરશે.
કંપનીએ Watergen પ્રોડક્ટ્સની વિશાળ રેન્જને પણ પ્રદર્ષિત કરી છે. આમાં Genny, Gen-M1, Gen-M Pro and Gen-L સામેલ છે. આ પ્રોડક્ટ્સની કેપિસિટી 30થી લઈને 6000 લીટર સુધીની છે. જો કે કંપનીએ આ મશીનોની કિંમત પર કોઈ માહિતી આપી નથી.
આ મશીનોની શરૂઆતી કિંમત 2.5 લાખ રૂપિયા હોય શકે. કંપનીએ જણાવ્યું કે આ મશીનો સ્કૂલ, હોસ્પિટલ, પાર્ક, ઘર, ઓફિસ, રિઝોર્ટ, કંસ્ટ્રક્શન સાઈટ, ગ્રામ્ય વિસ્તાર, સુકા પ્રદેશોમાં ઉપયોગી થશે. જ્યાં પીવાના પાણીની જરૂર હશે ત્યાં આ મશીન હવામાં રહેલા ભેજનો ઉપયોગ કરી પાણી બનાવશે. આ મશીનમાં પ્લગ એન્ડ પ્લે ટેક્નોલોજી આપવામાં આવી છે. લોકો કોઈ પણ સ્ટાન્ડર્ડ ઈલેક્ટ્રિક કનેક્શન સાથે મશીનને ઈન્સ્ટોલ કરી શકો છો.
Watergen India ના CEO Maayan Mullaએ જણાવ્યું કે તેઓ તમામ લોકોને મિનરલાઈઝ્ડ પીવાલાયક પાણી પ્રદાન કરવા માગે છે. વધુમાં તેમણે જણાવ્યું કે પેટેન્ટ GENius ટેક્નોલોજીથી તેઓ ભારતમાં ઈન્ડસ્ટ્રીયલ અને કોન્ઝ્યુમર ડિમાન્ડને વધુ શ્રેષ્ઠ પાણીની ક્વોલિટીથી પૂર્ણ કરવા માગે છે. SMV Jaipuria Groupના ડિરેક્ટર Chaitanya Jaipuriaએ જણાવ્યું કે ભારતમાં મોટા ભાગના લોકોને સાફ અને કુદરતી પીવાલાયક પાણી નથી મળતું. જો કે આ ટેક્નોલોજીથી આ સમસ્યા દૂર થશે.