રાજકોટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાશે મેચ
બંને ટીમ માટે મેચ રહેશે ડિસાઇડર
સિરીઝમાં આફ્રિકાની સ્થિતિ મજબૂત
ભારત અને દ.આફ્રિકા વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. જેની પહેલી સતત 2 મેચ હાર્યા પછી ભારતીય ટીમે કમબેક કરી લીધું છે. ત્રીજી મેચમાં પંતની ટીમે શાનદાર જીત દાખવી હજુ સિરીઝમાં પોતાને જીવંત રાખ્યા છે. તેવામાં 17 જૂને રાજકોટમાં આયોજિત મેચ બંને ટીમ માટે ખરાખરીના જંગ સમાન રહેશે. તમને જણાવી દઈએ કે આફ્રિકા જો આ મેચ જીતી જશે તો સરળતાથી ભારતમાં સિરીઝ પોતાને નામ કરી દેશે
ત્યારે ટીમ ઈન્ડિયા 2-2થી સિરીઝ બરાબર કરવા મેદાનમાં ઉતરશે.ઈન્ડિયન ટીમના ઓપનર્સ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન પાસેથી ઘણી આશા રહેશે. ત્રીજી મેચમાં જેવી રીતે તેણે પાર્ટનરશિપ નોંધાવી હતી, એને જોતા ભારતીય ટીમને એક સારી શરૂઆત મળી હતી.ઉલ્લેખનીય છે કે ચોથી મેચમાં ટોસ પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. જે ટીમ ટોસ જીતશે તે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરશે.દ.આફ્રિકાના વિકેટકીપર ક્વિંટન ડિકોકના રમવા અંગે પણ સસ્પેન્સ યથાવત છે. તે હજુ સુધી રિકવર થયો છે કે નહીં એ અંગે કઈ માહિતી મળી આવી હતી
તેવામાં આફ્રિકા માટે આ ખરાખરીના જંગ સમાન મેચમાં ક્લાસેન પાસેથી પણ ઘણી આશા રહેશે, જેને બીજી મેચમાં શાનદાર ઈનિંગ રમી બાજી પલટી નાખી હતી.રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ પર હાઈસ્કોરિંગ મેચો અગાઉ રમાઈ છે. શરૂઆતમાં પેસરને મદદ મળી શકે છે. જોકે ત્યારપછી બેટિંગ માટે આ પિચ અનુકુળ સાબિત થઈ શકે છે. બોલિંગ દરમિયાન ભુવનેશ્વર કુમાર અને અક્ષર પટેલની જોડી પાસેથી વિકેટ લેવાની આશા વધી જશે.