ઉમરાનના 91% બોલની ગતિ 140/kmphથી વધુ
ગાવસ્કરે ઇંગ્લેન્ડના પ્રવાસ પર મોકલવાની માગ કરી
હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે બધાનાં દિલ જીતી લીધા હતા
22 વર્ષીય ઉમરાન મલિક, જે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે તે નવા સ્પીડ સ્ટાર તરીકે ઊભરી આવ્યો છે. તેણે બુધવારે રાત્રે ગુજરાત ટાઇટન્સના રિદ્ધિમાન સાહાને 152.8ની સ્પીડ સાથેના બોલ પર બોલ્ડ કર્યો હતો. ગુજરાત તરફથી ઉમરાને પાંચ વિકેટ ઝડપી હતી, આમાંથી ચાર બોલ્ડ થયા હતા. આ વિકેટો માટે ફેંકવામાં આવેલા તમામ બોલની ગતિ 140+ હતી ઉમરાને ગુજરાત સામે તેની બોલિંગમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે માત્ર યોગ્ય લાઇન-લેન્થ સાથે બોલિંગ કરવા અને વિકેટ લેવા માગે છે.
જ્યાં સુધી 155 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકવાની વાત છે ત્યારે ઉમરાન તેના વિશે આત્મવિશ્વાસ ધરાવતો દેખાય છે. તેણે કહ્યું હતું કે એક દિવસ આ પરાક્રમ પણ કરી બતાવીશ.ઉમરાન મલિકની બોલિંગથી પ્રભાવિત થઈને સુનીલ ગાવસ્કરે તેને ઇંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવાની માગ કરી છે. ગાવસ્કર કહે છે કે ઉમરાનને પ્લેઈંગ ઈલેવનમાં તક નહીં મળે, પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ સાથેનો ડ્રેસિંગ રૂમ શેર કરવાથી તેને ઘણું શીખવાનો મોકો મળશે.IPL 2022માં બુધવારે હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી.
એક રોમાંચક મેચમાં GTએ SRHને 5 વિકેટે હરાવ્યું, પરંતુ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે બધાનાં દિલ જીતી લીધા હતા. આ ફાસ્ટરે મેચમાં 5 વિકેટ લીધી હતી. આ પહેલીવાર છે, જ્યારે ઉમરાને ટી20 ક્રિકેટમાં પોતાનો પંજો ખોલતાં 5 વિકેટ પોતાના નામે કરી છે.આ J&Kના બોલરે GT 4ના બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા. શુભમન ગિલને આઉટ કર્યા બાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાને ઉમરાને એક ખતરનાક બાઉન્સર પણ ફેંક્યો હતો, જે તેના ખભા પર વાગ્યો હતો, જેને કારણે થોડી મિનિટો માટે રમત અટકાવી દેવામાં આવી હતી.