ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને નિર્ણાયક મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં શાનદાર શરૂઆત કરી છે. મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાના આ નિર્ણયને ખોટો સાબિત કરી દીધો છે.
ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાને 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પહેલીવાર બન્યું છે જ્યારે ટીમ ઈન્ડિયાએ કોઈ ટીમને ટેસ્ટમાં આટલા ઓછા સ્કોર સુધી રોકી હોય. ખાસ વાત એ હતી કે ભારતીય બોલરોએ મેચના પહેલા જ સેશનમાં દક્ષિણ આફ્રિકાની તમામ 10 વિકેટ ઝડપી હતી. આ તમામ 10 વિકેટ ઝડપી બોલરોના નામે હતી. આ સાથે ઘરઆંગણે રમતી વખતે સાઉથ આફ્રિકાની ટીમ ટેસ્ટમાં સૌથી નાના સ્કોર સુધી પહોંચી ગઈ હતી.
ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર
દક્ષિણ આફ્રિકા 55 રન
ન્યુઝીલેન્ડ 62 રન
દક્ષિણ આફ્રિકા 79 રન
ઈંગ્લેન્ડ 81 રન
શ્રીલંકા 82 રન
સાઉથ આફ્રિકાને 55 રનમાં ઓલઆઉટ કરવામાં મોહમ્મદ સિરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત માટે સિરાજે 9 ઓવરમાં 15 રન આપ્યા અને 6 વિકેટ લીધી. જ્યારે જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી.
દક્ષિણ આફ્રિકામાં ભારતીય બોલર દ્વારા શ્રેષ્ઠ બોલિંગ આંકડા
7/61- શાર્દુલ ઠાકુર
7/120- હરભજન સિંહ
6/15- મોહમ્મદ સિરાજ
6/53- અનિલ કુંબલે
6/76- જવાગલ શ્રીનાથ