ભારતીય ટીમ આગામી મહિને ઝીમ્બાબ્વેમાં ત્રણ વન-ડે રમશે
ટીમ 6 વર્ષ બાદ ત્યાં દ્વિપક્ષીય સીરીઝ રમવા જશે
આ સીરીઝ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ
આ સીરીઝ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ છે. એવામાં બંને ટીમો તેનાથી પોઈન્ટ પ્રાપ્ત કરવા ઈચ્છશે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, વન-ડે મેચ 18, 20 અને 22 ઓગષ્ટે રમાશે. જો કે, 2023માં વન-ડે વર્લ્ડ કપની મેચ ભારતમાં થવાની છે. યજમાન હોવાને કારણે ભારતીય ટીમ પહેલાથી જ ક્વોલિફાય થઇ ગઇ છે. ઝીમ્બાબ્વેનુ પ્રદર્શન વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું રહ્યું નથી. ભારતીય ટીમને આ મહિને ઈંગ્લેન્ડમાં ત્રણ વન-ડે મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ વેસ્ટ ઈન્ડીઝમાં 3 વન-ડે રમશે. જો કે, બંને સીરીઝ સુપર લીગનો ભાગ નથી. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ ટીમ સાથે ટી-20 શ્રેણી રમી રહી છે. રોહિતની આગેવાનીમાં ટીમ 1-0થી આગળ છે.
આ સીરીઝ ઝીમ્બાબ્વે ક્રિકેટ માટે મહત્વપૂર્ણ
ઝીમ્બાબ્વે ક્રિકેટના અધિકારીએ જણાવ્યું કે અમે ભારતીય ટીમના પ્રવાસથી ખુશ છે અને તેને આ યાદગાર બનાવવા માંગીશુ. જાણકારી મુજબ શ્રેણીની ત્રણેય મેચ કોઈ પણ હાલતમાં રમાઈ શકે છે. ભારતીય ટીમ અહીં 15 ઓગષ્ટ સુધી પહોંચવાની સંભાવના છે. ભારતીય ટીમના પૂર્વ કોચ લાલચંદ રાજપૂતે કહ્યું કે આ ઝીમ્બાબ્વેના ખેલાડીઓ માટે સારી તક છે. જેનાથી યુવાનો વચ્ચે રમતને લઇને રૂચિ વધશે. કુલ મળીને આ સીરીઝ ઝીમ્બાબ્વે ક્રિકેટ માટે મહત્વપૂર્ણ રહેવાની છે. ઉલ્લેખનીય છે કે, તેઓ અત્યારે ઝીમ્બાબ્વે ક્રિકેટ ટીમના ટેકનિકલ ડાયરેક્ટર છે.