ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થવા જઈ રહી છે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCI મહિલા પસંદગી સમિતિએ 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં હશે જ્યારે સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપર યાસ્તિકા ભાટિયા અને રિચા ઘોષનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વનડે શ્રેણી 5 ડિસેમ્બરથી શરૂ થશે. આ પછી, બીજી મેચ 8મી ડિસેમ્બરે રમાશે જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 11મી ડિસેમ્બરે રમાશે. પ્રથમ બે વનડે બ્રિસ્બેનના એલન બોર્ડર ફિલ્ડમાં રમાશે, ત્યારબાદ શ્રેણીની અંતિમ મેચ પર્થના WACA ગ્રાઉન્ડ પર રમાશે, જે ICC મહિલા ચેમ્પિયનશિપનો ભાગ છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે વનડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું અને હવે તેની નજર તેના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને હરાવવા પર હશે. જોકે, ટીમ ઈન્ડિયા માટે આ એટલું સરળ નહીં હોય.
ભારત વિ ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારત વિ ઓસ્ટ્રેલિયા, 1લી ODI: 5 ડિસેમ્બર, બ્રિસ્બેન (9.50 AM IST)
ભારત વિ ઓસ્ટ્રેલિયા, બીજી ODI: 8 ડિસેમ્બર, બ્રિસ્બેન (5:50 AM IST)
ભારત વિ ઓસ્ટ્રેલિયા, ત્રીજી ODI – 11 ડિસેમ્બર, પર્થ (9.50 AM IST)
ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ભારતની ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રિયા પુનિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીન), રિચા ઘોષ (વિકેટકીન), તેજલ હસબનિસ, દીપ્તિ શર્મા , મિન્નુ મણિ, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, તિતાસ સાધુ, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, સાયમા ઠાકુર.