ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ 2 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં સૂર્યાએ બેટ વડે પોતાનો જાદુ બતાવ્યો અને 190ના સ્ટ્રાઈક રેટ સાથે 42 બોલમાં 80 રનની શાનદાર મેચ વિનિંગ ઈનિંગ રમી. આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ હતો જે તેણે 19.5 ઓવરમાં પૂરો કર્યો હતો. સૂર્યકુમારે તેની ઇનિંગ દરમિયાન ચાર શાનદાર સિક્સર પણ ફટકારી હતી, ત્યારબાદ તે T20 ઇન્ટરનેશનલમાં વિરાટ કોહલીની સાથે એક ખાસ ક્લબનો ભાગ બની ગયો હતો.
મધ્યમ ક્રમના બેટ્સમેન તરીકે 100 છગ્ગા પૂરા કરનાર ચોથો ખેલાડી બન્યો.
સૂર્યકુમાર યાદવ હવે T20 ઈન્ટરનેશનલનો ચોથો ખેલાડી બની ગયો છે, જેણે મિડલ ઓર્ડરમાં રમતા 100 સિક્સર પૂરી કરવાની સિદ્ધિ મેળવી છે. સૂર્યા પહેલા માત્ર ત્રણ ખેલાડી જ આવું કરી શક્યા છે, જેમાં પ્રથમ નંબર પર ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન છે, જેમણે મિડલ ઓર્ડરમાં રમતા 107 ઈનિંગ્સમાં 120 સિક્સર ફટકારી છે. બીજા સ્થાન પર વિરાટ કોહલીનું નામ છે જેણે ટી20 ઈન્ટરનેશનલમાં મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે રમતા 98 ઈનિંગમાં 106 સિક્સર ફટકારી છે.આ પછી ત્રીજા સ્થાન પર ડેવિડ મિલર છે, જેણે 98 ઈનિગ્સમાં 105 સિક્સર ફટકારી છે. . હવે આ લિસ્ટમાં સૂર્યકુમાર યાદવનું નામ ચોથા સ્થાન પર આવી ગયું છે, જેણે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં મિડલ ઓર્ડરમાં રમતા 47 ઇનિંગ્સમાં 100 સિક્સર પૂરી કરી છે.
T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં, સૂર્યકુમારને ચાર ઇનિંગ્સમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવાની તક પણ મળી છે, જે દરમિયાન તેણે 33.75ની એવરેજથી 135 રન બનાવ્યા છે, જેમાં આઠ સિક્સરનો પણ સમાવેશ થાય છે. સૂર્યા ટી20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી 16 અડધી સદીની ઈનિંગ્સ રમી ચૂક્યો છે.
કેપ્ટનશીપની ડેબ્યૂ મેચમાં ભારતીય ખેલાડી તરીકે સર્વોચ્ચ સ્કોર બનાવ્યો
આ મેચમાં સૂર્યકુમાર યાદવે ભારતીય કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. જ્યારે આ મેચમાં સૂર્યાએ 80 રનની ઈનિંગ રમી હતી, આ પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો, જેણે અફઘાનિસ્તાન સામે ટી20 ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટન તરીકે પોતાની પ્રથમ મેચમાં 62 રન બનાવ્યા હતા. અત્યાર સુધી, ભારતીય ટીમ માટે, ફક્ત આ બે ખેલાડીઓએ ટી-20માં કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ મેચમાં અડધી સદીની ઇનિંગ્સ રમી છે.