ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું ધ્યાન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર છે
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે
T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓને 5 જૂન સુધીમાં નવી દિલ્હી પહોંચી જશે
IPL 2022 ના સફળ આયોજન પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું ધ્યાન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર છે. બોર્ડે પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓને 5 જૂન સુધીમાં નવી દિલ્હી પહોંચી જવા કહ્યું છે કારણ કે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે. બીસીસીઆઈએ સોમવારે (30 મે) ના રોજ તમામ ખેલાડીઓને સંદેશ મોકલ્યો છે કે 9 જૂનથી શરૂ થનારી પ્રથમ મેચ પહેલા કેટલાક પ્રેક્ટિસ સેશન પણ યોજવાના છે.
નિયમિત સુકાની રોહિત શર્માએ આરામની માંગ કરી હોવાથી BCCIએ પહેલાથી જ KL રાહુલને કેપ્ટન તરીકે અને રિષભ પંતને વાઇસ-કેપ્ટન તરીકે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. તેમના સિવાય વિરાટ કોહલી, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને અન્ય ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટી-20 સિરીઝની છેલ્લી મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા 12 જૂને કટક, 14 જૂને વિઝાગ, 17 જૂને રાજકોટ અને 19 જૂને બેંગ્લોરમાં રમશે. તમામ મેચો સાંજે 7 વાગ્યાથી રમાશે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના એક અધિકારીએ 5 જૂને ભારતીય ટીમના આગમનની પુષ્ટિ કરી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ જણાવ્યું હતું કે ટેમ્બા બાવુમાની કપ્તાનીવાળી ટીમ, જેમાં IPL વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલરનો પણ સમાવેશ થાય છે, તે 2 જૂન, ગુરુવારે દિલ્હી પહોંચશે. આ શ્રેણી વર્ષ 2020ની શરૂઆતમાં ODI ફોર્મેટમાં રમવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે આ શ્રેણી રદ કરવામાં આવી હતી.