શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસે બેટિંગ કરતા શ્રીલંકાએ 6 વિકેટના નુકસાન પર 305 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસે 47 રન બનાવ્યા હતા. એન્જેલો મેથ્યુસ માટે આ ઈનિંગ ઘણી ખાસ રહી છે.
આ ઇનિંગ દરમિયાન તેણે શ્રીલંકાના મહાન બેટ્સમેન સનથ જયસૂર્યા જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો હતો. શ્રીલંકા માટે એન્જેલો મેથ્યુઝ ટેસ્ટ મેચોમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં નંબર-4 પર બેટિંગ કરવા ઉતરેલા મેથ્યુઝે આ ઇનિંગમાં 7000 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો.
દિમુથ કરુણારત્નેએ પણ શાનદાર રેકોર્ડ તોડ્યો હતો
દરમિયાન, શ્રીલંકાના ઓપનર દિમુથ કરુણારત્નેએ શ્રીલંકાના ટેસ્ટ ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવવાના સનથ જયસૂર્યાના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો. દિમુથ કરુણારત્નેએ શ્રીલંકા માટે ઓપનર તરીકે સનથ જયસૂર્યાના 5932 રનના આંકને વટાવી દીધો.
ટિમ સાઉથીએ વેટોરીનો રેકોર્ડ તોડ્યો હતો
તમને જણાવી દઈએ કે આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડના પૂર્વ સ્પિનર ડેનિયલ વેટ્ટોરીને પાછળ છોડીને ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ માટે બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. તેણે કુસલ મેન્ડિસની વિકેટ લઈને વેટોરીનો રેકોર્ડ તોડ્યો હતો.
સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો
2009માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર મેથ્યુઝે 110 ટેસ્ટમાં જયસૂર્યાના 6,973 રનના રેકોર્ડને તોડ્યો હતો. 35 વર્ષીય ઓલરાઉન્ડર હવે શ્રીલંકાના ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં માત્ર કુમાર સંગાકારા (12,400 રન) અને મહેલા જયવર્દને (11,814 રન) પાછળ છે. છેલ્લા એક દાયકાથી તે સતત શ્રીલંકા માટે રમી રહ્યો છે.
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ શ્રીલંકાની ટીમ માટે મેન્ડિસ અને કરુણારત્નેએ બીજી વિકેટ માટે 137 રનની સદીની ભાગીદારી કરી હતી. ફાસ્ટ બોલર સાઉથીએ 83 બોલમાં 87 રન બનાવી મેન્ડિસને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.