અશ્વિન લોઅર ક્રમે વિસ્ફોટક બેટીંગ કરવામાં માહેર છે
રવિચંદ્રન અશ્વિનના સ્વિંગ બોલને રમવુ સરળ નથી
કોઈ પણ બેટર ક્રમને ધ્વસ્ત કરી શકે છે
ભારતીય ટીમ વન-ડે શ્રેણી બાદ હવે રોહિત શર્માની કેપ્ટનશિપમાં પાંચ ટી-20 મેચની શ્રેણી રમશે. ટી-20 શ્રેણીમાં ઘણા સ્ટાર ખેલાડીઓની વાપસી થઇ છે. જેમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. ભારતીય ટીમમાં એક સ્ટાર ખેલાડીની 8 મહિના બાદ વાપસી થઇ છે. આ ખેલાડી થોડા બોલમાં મેચની દિશા બદલવામાં માહેર છે.
રવિચંદ્રન અશ્વિન લોઅર ક્રમે વિસ્ફોટક બેટીંગ કરવામાં માહેર છે. તેમણે પોતાની બેટીંગથી ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે છ સદી નોંધાયેલી છે. તો આઈપીએલ 2022માં તેમણે રાજસ્થાન રૉયલ્સની તરફથી રમી એક તોફાની અર્ધસદી પણ ફટકારી હતી. વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર તેઓ ભારતીય ટીમ માટે ફાયદારૂપ સાબિત થઇ શકે છે.
રવિચંદ્રન અશ્વિનના સ્વિંગ બોલને રમવુ સરળ નથી. તેની પાસે અપાર અનુભવ છે. જે ભારતીય ટીમને કામ આવી શકે છે. અશ્વિનના ગુગલી બોલને રમવા એટલા સરળ નથી. કેરમ બૉલ ફેંકવા માટે તેઓ મહારથી છે. અશ્વિન ફટાફટ પોતાની ઓવર પૂરી કરી દે છે અને ઘણા અસરકારક પણ સાબિત થાય છે.
અશ્વિન પાસે એવી કલા છે કે તે કોઈ પણ બેટર ક્રમને ધ્વસ્ત કરી શકે છે. અશ્વિને પોતાની અંતિમ ટી-20 મેચ નવેમ્બર 2021માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. ત્યારબાદ ફરીથી હવે તેમને તક મળી છે. વેસ્ટ ઈન્ડીઝ ટૂર પર સારું પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરશે.