ટી20 મેચમાં ઈંગ્લેંડને 50 રનથી હરાવીને રોહિતની ધમાકેદાર એન્ટ્રી
કેપ્ટન રોહિત શર્માની 15 મી જીત
ઇન્ટરનેશનલ ટી 20 માં 1000 રન પૂરા કરનાર ત્રીજા ભારતીય કેપ્ટન
કોરોનાને માત આપીને મેદાન પર પરત થયા રોહિત શર્મા અને આવતાની સાથે જ કમાલ બતાવવાનું શરૂ કરી દીધું છે. પહેલા જ ટી20 મેચમાં ઈંગ્લેંડને 50 રનથી હરાવીને રોહિતે કેપ્ટનશીપમાં એક નાના બ્રેક પછી ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. થોડા દિવસો જ પહેલા રોહિત શર્મા કોરોના સંક્રમિત હોવાના સમચારે ટીમ ઈન્ડિયાના ચાહકોને દુખી કરી દીધા હતા. જો કે હવે એમની કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા એમને ટી20 મેચથી મેદાનમાં એન્ટ્રી કરી છે. એજબેસ્ટન ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો પણ હાલ રોહિતની કેપ્ટનશીપમાં પહેલી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાએ કમાલનું પ્રદશન કર્યું અને એકતરફા અંદાજમાં શાનદાર જીત હાસિલ કરી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને 50 રનથી કારમો પરાજય આપ્યો. આ ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડમાં રનના હિસાબે સૌથી મોટી જીત છે. આ અગાઉ ઈંગ્લેન્ડમાં રમાયેલા 2009ના વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને 25 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડયાએ કર્યા. તેને 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી. તો સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન કર્યા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ મોઈન અલી અને ક્રિસ જોર્ડેને લીધી. બંનેએ 2-2 વિકેટ લીધી. જ્યારે જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ભારતનો ભવ્ય વિજય થયો.
આ પહેલા આ રેકોર્ડ અફઘાનિસ્તાનના અસગર અફઘાન અને રોમાનિયાના રમેશ સતીસનના મને હતો જેમને લગાતાર 12 ટી 20 મેચ જીતી હતી. હાલ આ રેકોર્ડ રોહિત શર્માના નામે દાખલ થઈ ગયો છે. એમણે ભરતીયટીમના નિયમિત કેપ્ટન તરીકે દરેક ફૉર્મટમાં લગાતાર 15 મી જીત મેળવી છે. ઈંગ્લેન્ડ સામે રોહિત શર્મા એ 14 બોલમાં 24 રન બનાવ્યા હતા જેમાં એમને 5 ચોગા માર્યા હતા. સાથે જ રોહિત શર્મા એમ એસ ધોની અને વિરાટ કોહલી પછી ઇન્ટરનેશનલ ટી 20 માં 1000 રન પૂરા કરનાર ત્રીજા ભારતીય કેપ્ટન બન્યા છે અને દુનિયાના એવા 10 માં કેપ્ટન બન્યા છે.