રિષભ પંત દક્ષિણ આફ્રિકા સામેની ટી-20માં બનાવશે રેકોર્ડ
ટીમ ઇન્ડિયાને લીડ કરનાર બીજો સૌથી યુવા ખેલાડી બનશે
રિષભ પંત કોહલી-ધોનીની કેપ્ટન્સીનો રેકોર્ડ તોડશે
ભારતીય ટિમનો ખેલાડી રિષભ પંત પોતાનઆ નામે વધુ એક રેકોર્ડ બનાવવા જય રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ પહેલા રિષભ પંતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થતા પંતને આ જવાબદારી સોપવામાં આવી છે. રિષભ પંત ટોસ માટે મેદાન પર ઉતરતા જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. તે 24 વર્ષ 246 દિવસનો છે અને તે આજે ટીમ ઇન્ડિયાને લીડ કરનાર બીજો સૌથી યુવા ખેલાડી બની જશે. યંગેસ્ટ ટી-20 કેપ્ટનનો ભારતીય રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે. રૈનાએ 23 વર્ષ 197 દિવસની ઉંમરમાં ભારતીય ટી-20 ટીમની કેપ્ટન્સી કરી હતી.
બીજી તરફ 2007 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન એમએસ ધોનીને આ જવાબદારી 26 વર્ષ 68 દિવસની ઉંમરમાં મળી હતી. વિરાટ કોહલી, વિરેન્દ્ર સહેવાગ, અજિંક્ય રહાણેને 28 વર્ષની ઉંમરમાં ટીમ ઇન્ડિયાને લીડ કરવાની તક મળી હતી રિષભ પંત ટીમને લીડ કરશે જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ ટી-20 મેચ યોજાનાર છે. જેને લઈ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.