IPL 2022માં બેંગલુરૂ અને લખનઉં વચ્ચે હતો મુકાબલો
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ લખનઉં સુપર જાયન્ટ્સને 14 રને હરાવ્યું
બેંગલુરૂએ લખનઉં સુપર જાયન્ટ્સને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો
IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. RCBએ જીતવા માટે LSGને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો સ્કોર જ નોંધાવી શકતા મેચ હારી ગયું છે. આ દરમિયાન LSGના કેપ્ટન રાહુલે 58 બોલમાં 79 રન કર્યા હતા, જ્યારે બીજી બાજુ RCBના હેઝલવુડે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
રજત પાટીદારે 54 બોલ પર અણનમ 112 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ રહ્યા. ત્યારે દિનેશ કાર્તિકે અણનમ 37 અને વિરાટ કોહલીએ 25 રનોનું યોગદાન આપ્યું. લખનઉ તરફથી મોહસિન ખાન, રવિ બિશ્નોઈ, ક્રુણાલ પંડ્યા અને આવેશ ખાને 1-1 વિકેટ ઝડપી.
બેંગ્લોરની ઇનિંગની પહેલી જ ઓવરમાં RCBની પહેલી વિકેટ પડી ગઈ હતી. ટીમનો કેપ્ટન ફાફ ડુપ્લેસિસ એકપણ રન કર્યા વિના પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તેને મોહસિન ખાને આઉટ કર્યો હતો.
ક્વોલિફાયર-2માં હવે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 27 મેના દિવસ આયોજિત થશે. આમાંથી જે ટીમ મેચ જીતશે તે 29 મેના દિવસે ગુજરાત ટાઈટન્સ સામે ફાઈનલ મેચ રમશે.
તમને જણાવી દઈએ કે ક્વોલિફાયર 1-2 અને એલિમિનેટર મેચ માટે કોઈપણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. પરંતુ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે.