રફેલ નડાલે ફ્રેન્ચ ઓપન 2022નો ખિતાબ જીત્યો
નડાલે કારકિર્દીનું 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
નોવાક જોકોવિચ અને સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરના રેકોર્ડને પાછળ છોડ્યો
હાલ ફ્રેન્ચ ઓપન 2022 ચાલી રઇ છે. ત્યારે ફરી એકવાર સ્પેનના દિગ્ગજ ટેનિસ પ્લેયર રફેલ નડાલે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. 36 વર્ષના નડાલે આજે રમાયેલી ફાઇનલ મેચમાં યુવા નોર્વેના કાસ્પર રુડને 6-1, 6-3, 6-0થી સરળતાથી હરાવીવે 22મો ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. એટલું જ નહીં, ફ્રેન્ચ ઓપનમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો હતો. 14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચેલા સુપરસ્ટાર નડાલે પોતાનો 100 ટકા રેકોર્ડ જાળવી રાખ્યો છે.
રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપન 2022નું ટાઈટલ જીતીને તેની કારકિર્દીનું 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. જેની સાથે તેણે વિશ્વના નંબર વન નોવાક જોકોવિચ અને સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરના 21 ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
ગ્રેટ રફેલ નડાલે અત્યાર સુધીમાં ફ્રેન્ચ ઓપન – 14 વખત, યુએસ ઓપન – 4 વખત જ્યારે ઓસ્ટ્રેલિયા ઓપન – 2 વિમ્બલડન – 2 જીતી છે.