નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે
નીરજે પ્રથમ થ્રો સાથે વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી દીધું
નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો
અમેરિકાના યુજીનમાં ચાલી રહેલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં નીરજ ચોપરાએ ધમાલ મચાવી દીધી છે. જણાવી દઇએ કે, ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. તેણે શુક્રવારે ભાલા ફેંક ની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. નીરજે પ્રથમ થ્રો સાથે વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી દીધું છે. આથી કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર નીરજ પાસેથી દેશને આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલની ખૂબ મોટી આશા છે.
ભારતના સ્ટાર જ્વેલીન થ્રોઅર નીરજે તેના પ્રથમ પ્રયાસમાં જ બિલકુલ આરામથી 88.39 મીટરના થ્રો સાથે પુરુષોના ભાલા ફેંકની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં વિશ્વભરના 34 ભાલા ફેંકનારાઓ સામેલ હતા.નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કરેલો થ્રો આ વર્ષનો ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો છે. અહીં તમામને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ગ્રુપ Aમાં રહેલા નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ Bમાં ભાગ લેતો જોવા મળશે.
લોંગ જમ્પ પ્લેયર અંજુ બોબી જ્યોર્જ પેરિસમાં 2003માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ સાથે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ બીમાં ભાગ લેતો જોવા મળશે.
આ મેન્સ ઈવેન્ટના 34 ભાલા ફેંકનારાઓમાંથી નીરજ ચોપરા સહિત ટોપ-12 સ્ટાર ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. ત્યારે હવે શનિવારના રોજ (23 જુલાઈ) ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે આ 12 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે. નીરજની સાથે જેકબ વાડલેજ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટર દૂર બરછી ફેંકી ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા.
Olympic gold medallist Neeraj Chopra makes the men's javelin throw final with a comfortable 88.39m throw on his first attempt in the qualification round at the World Athletics Championships 2022
(File Pic) pic.twitter.com/aidbmEsWs1
— ANI (@ANI) July 22, 2022
નીરજ ચોપરાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જે અત્યાર સુધી યથાવત રીતે ચાલી રહ્યું છે. આ સ્ટાર ખેલાડીએ બે વખત પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં સુધારો કર્યો છે. તેણે 14 જૂને ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં 89.30 મીટર અને 30 જૂનના રોજ પ્રતિષ્ઠિત સ્ટોકહોમ ડાયમંડ લીગ ઈવેન્ટમાં 89.94 મીટર ભાલો ફેંક્યો હતો, જેનાથી તે માત્ર છ સેન્ટિમીટરથી 90મીટરનું અંતર ચૂકી ગયો. તમને જણાવી દઇએ કે, નીરજ ચોપરાએ તાજેતરમાં જ ડાયમંડ લીગમાં ગ્રેનાડાના વર્લ્ડ ચેમ્પિયનશિપ એન્ડરસન પીટર્સ બાદ બીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. પીટર્સે 90.31 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.