મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને શ્રેષ્ઠ ખેલાડી મિતાલી
23 વર્ષ સુધી ભારતીય ટિમમાં રમી છે
અનેક મેચ જીતાડી ભારતને અપાવ્યું ગૌરવ
ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને બેસ્ટ ક્રિકેટર એવી મિતાલી રાજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે, મિતાલીની નિવૃતિને કારણે ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટને મોટો ફટકો પડશે. દેખીતી રીતે જ મિતાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનનાં ખડકલા કરી દીધા હતા. તે કેટલીય મહિલા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ ક્રિકેટર બની હતી અને આગળ પણ બની રહેશે મિતાલીનું સન્યાસ ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટને હવે એક બેટર અને સફળ કેપ્ટનની મોટી ખોટ પડશે.મિતાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી છે. તેણી છેલ્લા 23 વર્ષથી ક્રિકેટ રમે છે. તેમના કેરિયરમાં તેણીએ ભારતને અનેક મહત્વની મેચ જિતાડીને ગૌરવ અપાવ્યું હતું.મિતાલીએ ટ્વિટર પર એક લાંબો મેસેજ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે તે એક નાનકડી બાળકી હતી જ્યારે તેણે બ્લૂ જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
વર્ષોથી મળી રહેલા તમારા પ્રેમ અને સમર્થન માટે ધન્યવાદ! હું તમારા આશીર્વાદ અને સમર્થનથી પોતાની બીજી ઇનિંગ શરૂ કરવાની તૈયારી કરી રહી છું.ઇંડિયન મહિલા ક્રિકેટ ટિમની મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર 16 વર્ષની વયે ડેબ્યું કરનાર દુનિયાની સર્વ શ્રેષ્ઠ મહિલા ખેલાડી બનીને ગૌરવ વધાર્યું છે. તેણે વન ડે માં જ ડેબ્યૂમાં સદી ફટકારી દીધી હતી. અને કરિયરનાં અંતમાં તે સૌથી વધારે રન કરનાર મહિલા ક્રિકેટર બની છે.મિથાલી વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારી મહિલા બેટર છે. તેમણે 232 મેચોમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યું છે અને 50.68 રનની એવરેજથી 7805 રન બનાવ્યા હતા. એ સિવાય તેમણે 12 ટેસ્ટ મેચપણ રમ્યા હતા જેમાં 19 ઈનિંગ્સમાં 43.68 ની એવરેજથી 699 રન બનાવ્યા હતા. તેમણે 89 ટી- ટ્વેન્ટી મેચમાં 2364 રન બનાવ્યા છે. જેમાં તેણીની એવરેજ 37.52 રહી હતી. આ સિવાય વન-ડેમાં તેણે 8 વિકેટ પણ ઝડપી હતી.