કોલકાતા નાઇટ રાઇડર્સ હવે આઇપીએલ માંથી બહાર
રોમાંચક મેચમાં લખનઉનએ 2 રનથી હરાવ્યું
છેલ્લી 3 ઓવરમાં પલટી ગઈ આખી બાજી
કોલકાતા આની સાથે આઈપીએલ 2022થી બહાર થઇ ગયું છે. 211 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સ આ મેચને લગભગ જીતી ચૂકી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં રિંકૂ સિંહની વિકેટ પડતા જ સપનું તૂટી ગયું છેલ્લા બોલ પર કોલકાતાને 3 રનની જરૂરિયાત હતી, પરંતુ અહીં વિકેટ પડી અને લખનઉં જીતી ગયું. જણાવી દઇએ કે લખનઉંએ પહેલા બેટિંગ કરતા વગર કોઈ વિકેટ ગુમાવ્યે 210 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકાતાની ટીમ 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવી શકી. કોલકાતા નાઇટ રાઇડર્સ આ હારની સાથે આઈપીએલ 2022થી બહાર થઇ અને આ જીત સાથે લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઑફમાં પહોંચનારી બીજી ટીમ બની.
ગુજરાત ટાઇટન્સ પહેલા જ આઈપીએલ 2022ના પ્લેઑફમાં પહોંચી ગયા છે કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લી ત્રણ ઓવરમાં 55 રનની જરૂર હતી, પરંતુ તે 53 રન બનાવી શકી. રિંકુ સિંહે કેટલીક એવી ઇનિંગ રમી, જે વર્ષમાં એક વખત રમવામાં આવે છે પરંતુ તેઓ પોતાની ટીમને જીત ન અપાવી શક્યા. રિંકૂ સિંહે પોતાની ઇનિંગમાં 15 બોલમાં 40 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ રહ્યા. કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી અને રિંકુ સિંહ ક્રીઝ પર હતા. લખનઉ તરફથી માર્કસ સ્ટોઇનિસે બોલ સંભાળ્યો, આ ઓવરમાં તેમણે 2 વિકેટ લીધી અને 18 રન આપ્યા