મેસ્સીએ બીજીવાર 5 ગોલ કર્યા
સૌથી વધુ ગોલ કરનાર ચોથો ખેલાડી બન્યો
આર્જેન્ટિનાએ ફ્રેન્ડલી મેચમાં એસ્ટોનિયાને 5-0થી હરાવ્યું
આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચમાં 5 ગોલ કર્યા. તેણે બીજીવાર એક જ મેચમાં 5 ગોલ કર્યા છે. આ અગાઉ મેસ્સીએ 2012માં ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઈનલમાં જર્મન ક્લબ બેયર લેવરકુસેન સામે 5 ગોલ કર્યા હતા. આર્જેન્ટિનાએ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચમાં એસ્ટોનિયાને 5-0થી હરાવ્યું. મેસ્સીએ પ્રથમ ગોલ આઠમી મિનિટે પેનલ્ટી પર કર્યો. તે પછી 45મી, 47મી, 71મી અને 76મી મિનિટે ગોલ કર્યા.
ફુલ ટાઈમ સુધી એસ્ટોનિયા તરફથી એક પણ ગોલ થયો નહીં. મેસ્સીએ 56મી વખત હેટ્રિક ગોલ કર્યા. તે સૌથી વધુ હેટ્રિક કરનાર ત્રીજો ખેલાડી છે.રોનાલ્ડોની ટીમ પોર્ટુગલે નેશન્સ લીગમાં પ્રથમ જીત મેળવી. ટીમે સ્વિત્ઝર્લેન્ડને 4-0થી હરાવ્યું. વિલિયમ કાર્વાલ્હોએ 15મી, રોનાલ્ડોએ 35 અને 39મી તથા કેન્સલોએ 68મી મિનિટે ગોલ કર્યા. પોર્ટુગલ 4 પોઈન્ટ સાથે પોતાના ગ્રૂપમાં ટોપ પર છે. આ અગાઉ તેણે સ્પેન સામે 1-1થી ડ્રો રમ્યું હતું.