T20 શ્રેણીમાં અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમનું મનોબળ ઉંચુ છે. ટી20 સીરીઝ બાદ ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમશે, જેની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે.
ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં આ સિરીઝની તૈયારીઓ શરૂ કરશે. હાલમાં જ ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તે તારીખ જાહેર કરી છે કે જ્યાંથી ભારતીય સ્ટાર્સ ટેસ્ટ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરશે.
રાહુલ દ્રવિડે જણાવ્યું કે ભારતીય ટીમ આ દિવસથી ટેસ્ટ સીરીઝની તૈયારીઓ શરૂ કરશે.
વાસ્તવમાં, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડ (IND vs ENG) સામે ટેસ્ટ શ્રેણી રમશે, જેના માટે પ્રથમ બે મેચો માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. પહેલી મેચ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથે ઘણા યુવા ખેલાડીઓ પ્લેઇંગ-11માં જોવા મળશે.
ભારતીય ટીમ યશસ્વીને તક આપી શકે છે, કારણ કે તેણે અફઘાનિસ્તાન સામે T20માં પણ બેટથી શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે જ શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાને પણ પ્લેઇંગ-11માં સ્થાન મળવાનું નિશ્ચિત છે. જાડેજા એનસીએમાં છે, જ્યાં તે ઘણો પરસેવો પાડી રહ્યો છે.
આ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જિયો સિનેમાને જણાવ્યું કે ભારતીય ટીમ 20 જાન્યુઆરીથી હૈદરાબાદમાં ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ શરૂ કરશે. દ્રવિડે કહ્યું કે આ એક રસપ્રદ શ્રેણી બનવા જઈ રહી છે અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ. ઈંગ્લેન્ડ સારી ટીમ છે. તેઓ ખૂબ જ સારું ક્રિકેટ રમી રહ્યા છે. પાંચ મેચ આગામી કેટલાક મહિનામાં ઘણું ક્રિકેટ જોવા મળશે.
કોચ દ્રવિડે એમ પણ કહ્યું કે હું 20મીથી પાછા બધાની સાથે જોડાવા તૈયાર છું. તૈયારી કરવા માટે થોડા દિવસો બાકી છે અને આશા છે કે આગામી કેટલાક મહિનાઓ સુધી ક્રિકેટ રમી શકાય. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકો ટેસ્ટ ક્રિકેટ જોવા અને સપોર્ટ કરવા માટે 5 સ્થળોએ આવશે.