કોમનવેલ્થ 2022માં ભારતના રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે
સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો
કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ, 7 સિલ્વર, 7 બ્રોન્ઝ કુલ 24 મેડલ જીત્યા છે
ઈંગ્લેન્ડના બર્મિઘમમાં કોમનવેલ્થ 2022 ગેમ રમાઈ રહી છે જેમાં ભારતની રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. કુસ્તીમાં સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે સાક્ષીએ ગોલ્ડ મેડલ જીત્યો છે આમ એક દિવસમાં ભારતની જોળીમાં બે ગોલ્ડ આવ્યા છે.
સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો છે. સાક્ષી મલિકે મહિલાઓની 62 કિગ્રાની ફાઇનલમાં કેનેડાની એના ગોડિનેઝ ગોન્ઝાલેઝને બાય ફોલ દ્વારા 4-4થી પરાજય આપ્યો છે. સાક્ષી મલિક એક સમયે 4-0થી પાછળ હતી પરંતુ એક જ દાવમાં તેણે કેનેડિયન ખેલાડીને પછાડી દીધી હતી.
સેમિફાઇનલમાં ભારે લીડથી સાક્ષી મલિક પણ પોતાની મેચ જીતવામાં સફળ રહી હતી. આ જીત સાથે સાક્ષી મલિકે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણીએ 62 કિગ્રા વર્ગની સેમી ફાઇનલમાં કેમરૂનની બર્થ એમિલીનને 10-0થી હરાવી હતી. આ રીતે ભારતીય કુસ્તીબાજોએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 4 મેડલ કન્ફર્મ કર્યા છે.
નોંધનીય છે કે, કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ, 7 સિલ્વર, 7 બ્રોન્ઝ કુલ 24 મેડલ જીત્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સૌથી ટોપ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 51 ગોલ્ડ, 42 સિલ્વર અને 39 બ્રોન્ઝ સહિત કુલ 132 મેડલ જીત્યા છે.