IPL 2025 મેગા ઓક્શનનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. રિષભ પંતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. આ સિવાય શ્રેયસ અય્યર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હતો. પ્રથમ દિવસે 72 ખેલાડીઓ પર 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 72 ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓને 20 કરોડથી વધુની કમાણી મળી છે. પ્રથમ દિવસે તમામ ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓ પર ખૂબ પૈસા વરસાવ્યા હતા. જે પછી હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બીજા દિવસે તમામ 10 ફ્રેન્ચાઈઝી પાસે કેટલા પૈસા અને કેટલા આરટીએમ બાકી છે?
1. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- રૂ. 30.65 કરોડ, RTM-3
2. સનરાઇઝર્સ હૈદરાબાદ – ₹5.15 કરોડ બેલેન્સ, RTM-1
3. લખનૌ સુપર જાયન્ટ્સ- 14.85 કરોડ બેલેન્સ, RTM-1
4. પંજાબ કિંગ્સ- 22.5 કરોડ બેલેન્સ, RTM-3
5. દિલ્હી કેપિટલ્સ- 13.8 કરોડ બેલેન્સ, RTM-1
6. કોલકાતા નાઈટ રાઈડર્સ- 10.05 કરોડ બેલેન્સ, RTM-0
7. ગુજરાત ટાઇટન્સ- 17.5 કરોડ બેલેન્સ, RTM- 1
8. રાજસ્થાન રોયલ્સ- રૂ. 17.35 કરોડ, RTM-0
9. મુંબઈ ઈન્ડિયન્સ- 26.1 કરોડ બેલેન્સ, RTM-0
10.ચેન્નાઈ સુપર કિંગ્સ- 15.6 કરોડ બેલેન્સ, RTM-0
રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો
દિલ્હી કેપિટલ્સનો ભૂતપૂર્વ કેપ્ટન ઋષભ પંત હવે લખનઉ સુપર જાયન્ટ્સમાં પ્રવેશી ગયો છે. મેગા ઓક્શન પહેલા પંતને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી કે આ વખતે આ ખેલાડી હરાજીના તમામ રેકોર્ડ તોડી નાખશે અને મેગા ઓક્શનમાં કંઈક આવું જ જોવા મળ્યું. પંત હવે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જેને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડમાં ખરીદ્યો હતો. હવે પંત IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે.