યુવા ખેલાડીઓને મળી ભારતીય ટીમમાં તક
ઘણા ખેલાડીઓને ફરીથી મળી જગ્યા
ટીમમાં જગ્યા ન મળતા ઘણા ખેલાડી નારાઝ
આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઇ ગઈ છે. ટીમ ઈન્ડિયાને 26 જૂન અને 28 જૂને આયર્લેન્ડ સામે બે મેચની ટી-20 સિરીઝ રમવાની છે. આઇપીએલ 2022 વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યાને આ પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.17 સભ્યોની ટીમમાં આ વખતે યુવા ખેલાડીઓ ઘણા છે.રાહુલ ત્રિપાઠી પહેલીવાર ટીમ ઇન્ડિયામાં સ્થાન બનાવી લીધું છે. ત્યારે સંજુ સેમસન અને સુર્યકુમાર યાદવે પણ ફરીથી જગ્યા બનાવી લીધી છે. ત્યારે આયર્લેન્ડ પ્રવાસ માટે તક ન મળતા એક ભારતીય ખેલાડી ખુબ જ નારાજ છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવાનું દર્દ બિલકુલ જોય શક્યો નહતો અને તેણે પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઉતાર્યો છે. આ ખેલાડી ઓલરાઉન્ડર રાહુલ તેવટિયા છે, જેમણે આઈપીએલમાં ઘણી વખત કમાલ કરી બતાવી છે. રાહુલ તેવટિયાએ ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળ્યા બાદ એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.
રાહુલ તેવટિયાએ માટે ટીમ ઈન્ડિયામાં તક ન મળ્યા બાદ ટ્વિટર પર લખ્યું, “અપેક્ષાઓ દુખ પહોચાડે”. તમને જણાવી દઈએ કે રાહુલ તેવટિયા ખતરનાક મેચ ફિનિશર છે. આ વર્ષે રાહુલ તેવટિયાની આઇપીએલની સૌથી યાદગાર ઇનિંગ્સ પર નજર કરવામાં આવે તો પંજાબ કિંગ્સ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સને પંજાબ કિંગ્સ સામેની મેચમાં 2 બોલમાં 12 રનની જરૂર હતી. ત્યારબાદ તેવટિયાએ સતત 2 બોલમાં 2 સિક્સર ફટકારી ગુજરાત ટાઇટન્સ માટે મેચ જીતી લીધી હતી.ખતરનાક મેચ ફિનિશર રાહુલ તેવટિયાને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં પસંદગીકારોએ નજરઅંદાજ કર્યો હતો અને હવે આ ખેલાડીની પસંદગી આયર્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે.
રાહુલ તેવટિયાએ આ વર્ષે આઈપીએલ 2022ની 16 મેચમાં ગુજરાત ટાઈટન્સ માટે 31 રનની એવરેજ અને 147.61ની સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા હતા. જો રાહુલ તેવટિયાની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ હોત તો હાર્દિક પંડયા અને દિનેશ કાર્તિક બાદ આ ત્રીજો ફિનિશર મળી શક્યો હોત.ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આયર્લેન્ડ સામેના મેચમાં કોચ તરીકે જોવા નહિ મળે તેની સામે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના ચીફ વીવીએસ લક્ષ્મણને કોચની જવાબદારી સોપવામાં આવી છે.હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.