ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી હતી.
શુભમન ગિલે સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી
GT એ 11 મેચ રમીને 8માં જીત હાંસલ કરી છે
ગુજરાત ટાઇટન્સ IPL 2022ના પ્લે-ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. મંગળવારે રમાયેલી મેચમાં ગુજરાતે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા.
શુભમન ગિલે સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી હતી.તેના ઉતરતા જવાબમાં લખનઉની ટીમ 13.5 ઓવરમાં 82 રનના સ્કોર પર પૂરી થઈ ગઈ હતી. દીપક હુડ્ડાએ સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર રાશિદ ખાને 4 વિકેટ લીધી હતી સાથે યશ દયાલ અને આર સાઈ કિશોરને 2-2 વિકેટ મળી હતી.
ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે. શુભમન ગિલે સિઝનની ચોથી ફિફ્ટી ફટકારી અણનમ 63 રન બનાવ્યા છે. લખનઉ તરફથી ફાસ્ટ બોલર આવેશ ખાને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.બંને નવી ટીમોએ સીઝનમાં પોતાના પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. LSG એ 11 મેચ રમીને 8માં જીત હાંસલ કરી છે જયારે GT એ પણ 11 મેચોમાં 8 જીતી છે.
રિદ્ધિમાન સાહા 11 બોલમાં 5 રન બનાવીને મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. આવેશ ખાને મેથ્યુ વેડ અને કેપ્ટન હાર્દિક પંડ્યાને સસ્તામાં પેવેલિયન ભેગા કર્યા હતા. ડેવિડ મિલર 26 રન બનાવીને જેસન હોલ્ડરના બોલ પર આયુષ બદોનીના હાથે કેચ આઉટ થયો હતો.