- વિરાટ 6 રન બનાવશે વધુ એક રેકોર્ડ
- 5000 રન પૂરા કરવાનો રેકોર્ડ બનવશે
- સચિનને પાછળ છોડી વિરાટ બનાવશે રેકોર્ડ
વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રવિવારથી શરૂ થઈ રહેલી પહેલી વનડેમાં જો વિરાટ 6 રન કરી દેશે તો પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી એક ખાસ રેકોર્ડ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે 33 વર્ષનો આ શાનદાર બેટર ભારતમાં 5000 રન કરનારો માત્ર બીજો બેટર બની જશે. તેની પહેલા માત્ર સચિન તેંડુલકર જ ભારત માટે આ રેકોર્ડ નોંધાવી શક્યો છે. તેંડુલકરે ભારતમાં 164 મેચોની 160 ઇનિંગ્સમાં 6,976 રન કર્યા છે.
સચિને ભારતની ધરતી પર 5000 રન પૂરા કરવા માટે 121 ઇનિંગ્સ લીધી હતી. તે જ સમયે, જો વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વનડેમાં આ સિદ્ધિ મેળવી લેશે તો તે માત્ર 96 ઇનિંગ્સમાં 5000 રન પૂરા કરશે અને તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે. કોહલીએ ભારતમાં અત્યાર સુધી કુલ 98 મેચ રમી છે અને જેની 95 ઇનિંગ્સમાં 4,994 રન કર્યા છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝમાં આવું પ્રથમ વખત બનશે જ્યારે વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ રમતો જોવા મળશે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પછી કોહલીએ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દીધી હતી. આની પહેલા તેણે વનડેની કેપ્ટનશિપથી હટાવી દેવામાં આવ્યો હતો.