આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પ્લે ઓફ મુકાબલો
કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં રમાશે મેચ
વરસાદ આવી શકવાની શક્યતાઓ
IPL 2022નાં પ્લે ઓફની જંગ આજથી શરુ થઇ રહી છે. આ જંગ શરુ થવાનો અર્થ છે, વિજેતા બનવા માટેની લડાઈ. આ જંગ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સ પર થશે, પરંતુ આમાં વરસાદ વિલન બની શકે છે. વરસાદની શક્યતાઓ સતત વધી રહી છે. એક દિવસ પહેલા જ આવેલા તોફાનમાં કોલકાતાને ઘણું નુકસાન થયું હતું અને ઈડન ગાર્ડન્સને પણ નુકસાન થયું હતું. આજે પહેલું ક્વોલિફાયર રમવામાં આવશે. આ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ સામસામે આવશે. પરંતુ, સૌને ડર એ વાતનો છે કે વરસાદ આ મુકાબલાનો રોમાંચ પોતાની સાથે ન લઇ જાય.
ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ર ટેબલ પર પહેલા સ્થાન પર રહી છે. આ પ્લે ઓફ માટે ક્વોલિફાય થનાર પહેલી ટીમ પણ હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરની ટીમ હતી. હવે ટોપની બે ટીમ વચ્ચે જંગ જોવા મળશે, તો ક્રિકેટ ફેન્સ એમ નહીં ઈચ્છે કે વાતાવરણ ખરાબ થાય અને મેચમાં ખલેલ પહોંચે. આવામાં ખૂબ જ જરૂરી થઇ જાય છે પહેલા એ જાણી લેવું કે આજે ક્વોલિફાયર મુકાબલાનાં દિવસે કોલકાતામાં વાતાવરણ કેવું રહેવાનું છે.
કોલકાતામાં મંગળવારનું વાતાવરણ ગરમ રહેવાની શક્યતા છે, એટલે કે પરસેવા પડશે. શહેરનું તાપમાન 34થી 35 ડીગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. દિવસભર તો કોઈ તોફાન કે વરસાદ આવે તેમ લાગી રહ્યું નથી, પરંતુ સાંજે એટલે કે મુચ દરમિયાન જ હવામાન વિભાગે વરસાદનું અનુમાન જણાવ્યું છે.
- વાતાવરણની સ્થિતિ જાણી લીધા બાદ જાણ થાય છે કે વરસાદ આવી શકે છે. આવામાં જો વરસાદ વિલન બને છે, તો ત્રણ બાબત થઇ શકે છે.
- પહેલી કે મેચમાં સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવશે.
- બીજી કે જો સુપર ઓવર પણ શક્ય નથી બનતી, તો જે ટીમ પોઈન્ટ ટેબલ પર ટોપમાં છે, તેને જ વિજેતા ઘોષિત કરીને ફાઈનલમાં પહોંચાડવામાં આવશે.
- અને ત્રીજી કે જો એક ઇનિંગ થઇ જાય છે અને બીજી પૂરી નથી થઇ શકતી, તો આવી પરિસ્થિતિમાં ડકવર્થ લુઇસનાં નિયમ પ્રમાણે મેચનો નિર્ણય લેવામાં આવશે.