IPL 2022થી બહાર થયા રવીન્દ્ર જાડેજા
ઈજાગ્રસ્ત થવાને કારણે ઘરે પરત ફર્યા જાડેજા
ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી અને જાડેજા વચ્ચે બધું બરાબર ન હોવાની અટકળો
IPL 2022થી બહાર થયા રવીન્દ્ર જાડેજા
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને IPL 2022 વચ્ચે એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. જાડેજાએ સીઝનની શરૂઆત ચેન્નાઈની ટીમના કેપ્ટન તરીકે કરી હતી. વચ્ચે ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન્સી છોડી દીધી.
આવામાં સોશિયલ મીડિયા અને અન્ય અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જાડેજા અને ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી વચ્ચે કંઈપણ ઠીક ચાલી રહ્યું નથી. જોકે હવે ચેન્નાઈ ટીમનાં સીઈઓ કાશી વિશ્વનાથે સામે આવીને આ મામલામાં ખુલાઓ કર્યો છે. સાથે જ જાડેજા અને ચેન્નાઈ ટીમનાં ભવિષ્ય પર પણ નિવેદન આપ્યું છે.
ઘરે પરત ફર્યા જાડેજ
વિશ્વનાથે કહ્યું કે મને ખ્યાલ નથી કે સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે, કેમકે હું તેને ફોલો કરતો નથી. હું તમને જણાવી શકું છું કે ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ પ્રોબ્લેમ નથી અને સોશિયલ મીડિયા પર જે કંઈ ચાલી રહ્યું છે, મને તે વિષે જાણકારી નથી. ચેન્નાઈ ટીમનાં ભવિષ્યની પ્લાનિંગમાં જાડેજા હંમેશા રહેશે.
ચેન્નાઈ સુપર કિંગ્સનાં સીઈઓએ કહ્યું કે જાડેજાને આરસીબી સામે મેચ દરમિયાન ઈજા થઇ હતી. આ જ કારણ છે કે તેઓ દિલ્હી સામે મેચ ન રમી શક્યા. મેડિકલ એડવાઈઝ બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જાડેજાને આઈપીએલની બાકીની મેચથી આરામ આપવામાં આવે. તેઓ પોતાના ઘરે પાછા ફર્યા છે. તેમને રિલીઝ કરવામાં આવ્યા છે.
ચેન્નાઈ ફ્રેન્ચાઇઝીએ આપ્યું હતું નિવેદન
જાડેજાને લઈને ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ પણ બુધવારે સાંજે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે દિલ્હી સામે મેચમાં રમી શક્યા ન હતા. અત્યારે તેઓ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે, આં આધાર પર આઈપીએલ 2022થી હવે તેઓ બહાર થઇ ગયા છે.
સોશિયલ મીડિયા પર જાડેજાને કર્યા અનફોલો
છેલ્લા બે દિવસથી જાડેજા વિશે અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચેન્નાઈ સુપર કિંગ્સમાં બધુ બરાબર નથી. કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સે ઇન્સ્ટાગ્રામ પર રવીન્દ્ર જાડેજાને અનફોલો કર્યા છે, સાથે જ રવીન્દ્ર જાડેજા પણ કોઈને ફોલો કરતા નથી.