T20 વર્લ્ડ કપ 2022 માટે આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટ પરિષદમનાં નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જ્યારે સેમિફાઈનલ અને ફાઈલનલમાં વરસાદનાં કારણે અવરોધ ઉભો થતો હતો. ડકવર્થ લુઈસનાં નિયમથી મેચનો નિર્ણય ત્યારે જ થશે. જ્યારે બંને ટીમ 10-10 ઓવરની મેચ રમી ચૂકી છે. નોંધનીય છે કે T20 આંતરરાષ્ટ્રીયમાં વરસાદને કારણે મુશ્કેલી પડ્યા બાદ ઓછામાં ઓછી 5-5 ઓવરોની મેચ રમ્યા બાદ જ ડકવર્થ લુઈસનાં નિયમના આધારે નિર્ણય કરવામાં આવે છે.
T20 વર્લ્ડ કપ 2022 માં ન્યૂઝીલેન્ડ સામે પહેલી સેમીફાઈલીસ્ટની ટીમ બની ગઈ છે. આયરલેન્ડને હરાવીને ક્વોલીફાઈડ કરવામાં આવી છે. બીજા સેમિફાઈનલ લીસ્ટની જાણકારી શનિવારનાં રોજ જાણવા મળશે. જ્યારે ગ્રુપ-2 માંથી ભારત, પાકિસ્તાન અથવા સાઉથ આફ્રિકા કોણ ક્વોવીફાઈડ થશે? જાણો એની જાણકારી કેવી રીતે મેળવશો.
આ વખતે T20 વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદને કારણે, નિર્ધારિત તારીખે સેમિ-ફાઇનલ અથવા ફાઇનલમાં બે ટીમો વચ્ચે ઓછામાં ઓછી 10-10 ઓવરની રમત ન હોય, તો અનામત દિવસનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત સેમી ફાઈનલ મેચમાં જો વરસાદના કારણે રિઝર્વ ડેમાં પણ પરિણામ ન આવે તો ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચશે…..
સુપર-12માં દરેક ટીમને જીતવા માટે બે પોઈન્ટ મળી રહ્યા છે જ્યારે હારનાર ટીમને ઝીરો પોઈન્ટ મળી રહ્યા છે. જો મેચ ટાઈ થાય છે અથવા રદ થાય છે, તો ટીમો વચ્ચે એક પોઈન્ટ વહેંચવામાં આવશે. ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં જોવા મળે છે. જો ગ્રૂપમાં બે ટીમોના પોઈન્ટ સમાન હોય, તો તેઓ ટૂર્નામેન્ટમાં કેટલી મેચ જીત્યા, તેમનો નેટ-રન રેટ કેટલો હતો અને તેમનો સામ-સામે રેકોર્ડ શું છે તેના આધારે નક્કી કરવામાં આવશે.