- ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાઈમંડ્સનું નિધન
- 46 વર્ષના ખેલાડીએ કાર દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ
- ક્રિકેટ જગતની હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલી
ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાઈમંડ્સનું કાર દુર્ઘટનામાં નિધન થઇ ગયું છે. 46 વર્ષનાં સાઈમંડ્સની કાર શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં અકસ્માતનો શિકાર બની હતી. આ દુર્ઘટનામાં સાઈમંડ્સને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને બચાવવાનાં બધા જ પ્રયાસો નિષ્ફળ રહ્યા. સાઈમંડ્સ પોતાની સમગ્ર કરિયર દરમિયાન વિવાદોમાં રહ્યા હતા. તેઓ શાનદાર બોલર અને બેટ્સમેન હોવાની સાથે સાથે શાનદાર ફિલ્ડર પણ હતા. આ જ કારણે દિગ્ગજોથી ભરેલી ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેમને જગ્યા મળી હતી, પરંતુ સમય પહેલા જ તેમની કરિયર પૂરી થઇ ગઈ. તેમાં તેમની સાથે જોડાયેલા વિવાદોનો પણ મોટો હાથ હતો. અહી અમે તમને તેમની કરિયરનાં પાંચ મોટા વિવાદો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. વર્ષ 2008માં હરભજન સિંહ સાથે એન્ડ્ર્યુ સાઈમંડ્સનો મંકીગેટ વિવાદ ઘણો ચર્ચામાં રહ્યો હતો. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે હતી અને ટેસ્ટ મેચમાં હરભજન સિંહ બેટિંગ કરી રહ્યા હતા.
બંને વચ્ચે દલીલો શરુ થઇ ગઈ. આ સમયે એન્ડ્ર્યુ સાઈમંડ્સે હરભજન સિંહ સામે ઓફિશિયલ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે કહ્યું કે ભજ્જીએ તેમને વાંદરો કહ્યું હતું. સુનાવણીમાં મેચ રેફરીએ હરભજન સિંહને દોશી ઠેરવ્યા હતા અને તેમના પર ત્રણ ટેસ્ટ મેચનો બેન લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અદાલતમાં આ મામલાની સુનાવણી થઇ હતી. સચિન પણ ત્યાં હરભજન સાથે પહોંચ્યા હતા. આ સુનાવણીમાં હરભજન પર લાગેલા ગંભીર આરોપો હટાવવામાં આવ્યા હતા, તેમ્મ્ના પર લાગેલા પ્રતિબંધો પણ હટાવાયા હતા .વર્ષ 2009 માં ટી20 વિશ્વ કપમાં રમ્યા બાદ એન્ડ્ર્યુ સાઈમંડ્સ ઓસ્ટ્રેલિયા ટીમ સાથે ઇંગ્લેન્ડમાં ગયા હતા. અહી, તેમણે દારુ પીને એક ક્લબમાં કલાકો સુધી સમય વિતાવ્યો હતો. ત્યાર બાદ તેઓ ચેરીટી ડીનર સમારોહમાં નશાની સ્થિતિમાં પહોંચી ગયા હતા. આ સમારોહમાં એન્ડ્ર્યુ સાઈમંડ્સે આપત્તિજનક વ્યવહાર કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન રિકી પોન્ટિંગ આનાથી અત્યંત નારાજ થયા હતા. તેમણે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ સાથે વાત કરીને તેમને પરત ઓસ્ટ્રેલિયા મોકલાવી દીધા હતા. ત્યાર બાદ તેમને ક્યારેય ઓસ્ટ્રેલિયાની ટીમમાં જગ્યા આપવામાં આવી ન હતી.