સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરિઝ અને ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાનું એલાન
સાઉથ આફ્રિકા સિરિઝમાં કેએલ રાહુલ કરશે કપ્તાની
રોહિત અને કોહલીને અપાયો આરામ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સાઉથ આફ્રિકા સામેની ટી-20 અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે. બીસીસીઆઈની પસંદગી સમિતીએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતા કેએલ રાહુલને કેપ્ટન જાહેર કર્યો છે. પસંદગી સમિતીએ રોહિત શર્મા-વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવાનું પસંદ કર્યું છે.
હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ સહિત ઘણા મોટા નામો ટી-20 ટીમમાં પરત ફર્યા છે. આ સિવાય આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ તક મળી છે, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે.
સાઉથ આફ્રિકા સીરીઝ માટે ટીમ ઈંડિયા
કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
ભારત-આફ્રિકા ટી-20 શ્રેણી
– પ્રથમ ટી-20 – 9મી જૂન, દિલ્હી
– બીજી ટી-20 – બીજી જૂન 12મી, કટક
– ત્રીજી ટી-20 – 14મી જૂન, વિશાખાપટ્ટનમ
– ચોથી ટી-20- 17મી જૂન, રાજકોટ
– પાંચમી ટી-20- 19 જૂન, બેંગલુરુ
બીસીસીઆઈએ પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટેની ટીમની પણ જાહેરાત કરી દીધી છે. ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાને સ્થાન મળ્યું છે. ગત વર્ષની શ્રેણીમાં એક મેચ બાકી હતી, જે 1 જુલાઈએ રમાશે.
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, કેએલ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા