RCBના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જીતના જશ્નનો વીડિયો જાહેર થયો
વિરાટે હાથ હવામાં લહેરાવીને વિક્ટ્રી સોન્ગ ગાયું
રજત પાટીદારે ધમાકેદાર બેટિંગ કરતા બેંગલુરુ વીંગમાં જશ્નનો માહોલ બનાવી દીધો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે લખનઉને હરાવીને પ્લેઓફનો એલિમિનેટર મુકાબલો જીતી લીધો છે. એવામાં ટીમના તમામ ખેલાડી જીતના જશ્નમાં ગળાડૂબ જોવા મળ્યા. RCBના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જીતના જશ્નનો વીડિયો જાહેર થયો.વીડિયોની શરૂઆતમાં વિરાટ કોઈની સાથે ફોન પર વાત કરતાં ખળખળાટ હસતો જોવા મળે છે. તેનું હાસ્ય જણાવે છે કે ટીમ માટે આ જીત કેટલી મોટી છે. જે બાદ વિરાટ ચમચી લઈને જમીન પર બેસી જાય છે અને વિક્ટ્રી સોન્ગ ગાવાનું શરૂ કરે છે. ગીતના અંતમાં જ્યારે RCB કહેવાનો વારો આવે છે, તો વિરાટ પૂરા જોશમાં જોવા મળે છે. તે હાથોને હવામાં ઉત્સાહની સાથે ઉછાળે છે. સતત ત્રીજા વર્ષે પ્લેઓફમાં પહોંચેલી બેંગલુરુની ટીમ હજુ સુધી એક વખત પણ ફાઈનલ જીતી શક્યું નથી. એવામાં આ વખતે ફેન્સને આશા છે કે વર્ષોની આશા આ વખતે જરૂરથી પૂરી થશે. વિરાટનું ફોર્મ આખી સીઝનમાં ખરાબ રહ્યું છે પરંતુ ગુજરાત સામે મસ્ટ વિન મેચમાં 73 રનની ધમાકેદાર ઈનિંગ રમીને કોહલીએ ફોર્મમાં પરત ફર્યો છે. વિરાટનો જોશીલો અંદાજ સતત ચર્ચામાં રહ્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ એલિમિનેટરમાં ફાફની વિકેટ જલદી પડી ગઈ. પહેલાં તેને વિરાટની સાથે બાજી સંભાળી અને પછી ખુલીને શોટ લગાવતા 28 બોલમાં 7 બાઉન્ડ્રી અને 2 સીક્સની મદદથી ફિફ્ટી પુરી કરી. પરંતુ ત્યારે વિરાટ ઝડપથી રન બનાવવા જતા આઉટ થઈ ગયો.ફેન્સને લાગ્યું કે અહીંથી ટીમની મુશ્કેલી વધી શકે છે. એવામાં રજત પાટીદારે ધમાકેદાર બેટિંગ કરતા બેંગલુરુ વીંગમાં જશ્નનો માહોલ બનાવી દીધો. પ્લેઓફમાં ટીમ માટે રજતે એક એવી યાદગાર ઈનિંગ રમી જેને હંમેશા યાદ રાખવામાં આવશે. મુશ્કેલ સમયમાં આવીને ટીમને સંભાળી અને ધમાકેદાર સેન્ચુરી ફટાકરી. 49 બોલમાં 11 બાઉન્ડ્રી અને 6 સીક્સની મદદથી આ બેટ્સમેન સેન્ચુરી મારી. છેલ્લે સુધી નોટઆઉટ રહેતા રજતે ટીમ માટે મોટો સ્કોર બનાવ્યો.