- અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ ટીમે સુરેશ રૈનાને આપ્યું ટ્રિબ્યુટ
- એક પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવા માટે રસ દાખવ્યો નહીં
- ચેન્નઈ સુપર કિંગ્સે સુરેશ રૈનાને ખાસ અંદાજમાં ટ્રિબ્યુટ આપ્યું
આઈપીએલના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈનાને આઈપીએલ 2022ની હરાજીમાં એક પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવા માટે રસ દાખવ્યો ન હતો. આમ તે આ મેગા હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. આવુ પહેલીવાર બન્યું જ્યારે સુરેશ રૈનાને એક પણ ટીમે ખરીદ્યો નહીં. અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે સુરેશ રૈનાને ખાસ ટ્રિબ્યુટ આપ્યું હતું. સુરેશ રૈનાની બેઝ પ્રાઈઝ આઈપીએલ ઓક્શનમાં 2 કરોડની હતી. જોકે 10માંથી એક પણ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવા માટે રસ દાખવ્યો નહીં. ત્યાર સુધી કે તેની જુની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે પણ તેના માટે બોલી લગાવી નહીં.
હવે ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ચિન્ના થાલાને એક ટ્રિબ્યુટ આપ્યું છે. ચેન્નઈ ટીમે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટીમ માટે વર્ષોથી રમી રહેલ સુરેશ રૈનાનો આભાર માન્યો હતો. ટીમે પોસ્ટ કરતા લખ્યું કે, “પીળી જર્સીમાં ઘણી બધી સારી યાદો માટે સુપર થેંક્સ ચિન્ના થાલા.” તમને જણાવી દઇએ કે સુરેશ રૈના પોતાની આઈપીએલ કારકિર્દીમાં માત્ર બે જ ટીમ માટે રમ્યો છે. તે 11મી સિઝન સુધી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો અને બે વર્ષ માટે ગુજરાત લાયન્સ ટીમ માટે રમ્યો હતો. કોરોનાના કારણે તેણે 2020ની સિઝનમાં પોતાનું નામ પરત ખેચી લીધું હતું. જોકે તે 2021ની સિઝનમાં પરત ફર્યો હતો પણ તેણે તે સિઝનમાં ખાસ પ્રદર્શન કર્યું ન હતું અને સિઝન દરમ્યાન 17.77ની એવરેજથી માત્ર 160 રન જ કર્યા હતા.
IPLની કારકિર્દી દરમ્યાન તેણે 32.51ની એવરેજથી કુલ 5,528 રન નોંધાવ્યા છે. આ IPLની કારકિર્દી દરમ્યાન તેણે એક સદી અને 39 અડધી સદી ફટકારી છે. સુરેશ રૈનાની આઈપીએલની કારકિર્દીની વાત કરીએ તો અત્યાર સુધી તેણે કુલ 205 મેચ રમી છે. જેમાં 30 વાર નોટઆઉટ રહ્યો છે તો 5,528 રન 32.51ની એવરેજથી નોંધાવ્યા છે.