શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે કેસરીયો ધારણ કરશે
હાર્દિક પટેલ કોબા સર્કલથી સમર્થકો સાથે રેલી કાઢશે
2 હજાર કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરીયો પહેરવાનું નક્કી કરી લીધું છે હાર્દિકને ભાજપમાં જોડવા માટે અલગ પ્રોગ્રામ કરવામાં આવે તેવી હાર્દિક એ જીદ પકડી છે, આ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ અને હાર્દિક પટેલ બંને જોડે જ ભાજપમાં જોડાવાના હતા, પણ હવે હાર્દિકની જીદના કારણે ભાજપે નમતું જોખ્યું છે અને આજે હવે 11 વાગે શ્વેતા બ્રહ્મભટ્ટ કમલમના હોલમાં ભાજપનો કેસરીયો ધારણ કરશે, જ્યારે 12 વાગે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે.બંને નેતાઓએ તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયા કરશે. હાર્દિક પટેલ કોબા સર્કલથી સમર્થકો સાથે રેલી કાઢશે જે પહેલા SGVP ખાતે સંતોના આશીર્વાદ લેવા જશે.
તે બાદ 2 હજાર કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાશે.મહત્વનું છે કે, જે વ્યક્તિએ સત્તાધારી પક્ષ સામે હંમેશા માછલા ધોવાનું કામ કર્યું હોય, જે વ્યક્તિએ અનામત માટે સત્તાધારી પક્ષ સામે જ મહાઆંદોલન કર્યું હોય અને પક્ષ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા બાદ તે વ્યક્તિ અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દે છે અને ત્યારબાદ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કરતો હોવાથી તેના આગામીનિર્ણયના સંકેત સ્પષ્ટ થઈ જાય છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાઓ મહિનાઓથી ચાલી રહી હતી. હવે હાર્દિક આજે કેસરિયો ધારણ કરવા જઈ રહ્યો છે.