- રાજ્યનાં 250થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા
- PM મોદીએ પ્રબુદ્ધ નાગરિકોને BJPમાં જોડાવવા કરી હતી અપીલ
- વર્ષ 2022ની ચૂંટણી પહેલા ભાજપનો ભરતીમેળો બન્યો પ્રબળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભરતી મેળાનો સીલસીલો યથાવત્ છે. ભાજપમાં વિવિધ નેતાઓ અન્ય પક્ષમાંથી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભાજપનો આજે વધુ એક ભરતી મેળો યોજાયો છે. મહત્વનું છે કે, PM મોદી ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે પ્રબુદ્ધ નાગરિકોને ભાજપામાં જોડવા માટે આહવાન કર્યું હતું. જે બાદ અલગ અલગ સેલ સક્રિય થઈ ગયા છે.થોડા દિવસ પહેલા જ એક હજારથી વધારે ડોકટર ભાજપમાં જોડાયા હતાં. હવે શિક્ષણ સેલ દ્વારા અધ્યાપકને ભાજપમાં જોડાયા છે.250 થી વધારે અધ્યાપક ભાજપમાં જોડાયા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ તમામ અધ્યાપક જોડાયા છે.શિક્ષણ સેલને તેની જવાબદારી સોંપી હતી અને આ તમામ નવા જોડાયેલા અધ્યાપકોને પણ વધુ માં વધુ લોકો ને ભાજપમાં જોડવા માટે જણાવવામાં આવ્યું છે.ગુજરાત માં 900 જેટલા અધ્યાપક ની જગ્યા ખાલી છે એ મામલે ugc ના નિયમ મુજબ ભરતી થાય એ જરૂરી થાય તે વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત 9 મેના રોજ ગાંધીનગરના કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 200થી વધુ નામાંકીત તબીબો ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સિવિલમાંથી રાજીનામું આપનારા તબીબો સહિત અન્ય ડૉક્ટરો ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ તબીબોને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. સિવિલમાંથી રાજીનામું આપનારા પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વી.જે. મોદી, પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓએસડી ડો. પ્રભાકર તેમજ બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો. પ્રણય શાહ ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.