- અમિત શાહે સપા પર કર્યા પ્રહાર
- મફત વીજળી આપવાની વાતને લઈ શાહના પ્રહાર
- બાહુબલી પોલીસના ડરથી સરન્ડર કરવા લાગ્યા: શાહ
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, જેના માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ચૂંટણીમાં આગળ વધવા માટે ગુરુવારે બ્રજમાં શ્રી કૃષ્ણના શહેર મથુરા પહોંચ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી પર પ્રહારો કરી રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે જ્યારે પણ માફિયાઓ સામે કાર્યવાહી થાય છે ત્યારે અખિલેશ યાદવને પેટમાં દુ:ખાવો થાય છે. ગૃહમંત્રી અમિત શાહે મથુરામાં ‘અસરકારક મતદાર સંવાદ’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન અમિત શાહે સમાજવાદી પાર્ટીના વચનો પર ટિપ્પણી કરી હતી. મફત વીજળીના સપાના વચન પર, બીજેપી નેતાએ કહ્યું, “ઉત્તર પ્રદેશમાં, તેઓ કહે છે કે તેઓ મફત વીજળી આપશે. અરે ભાઈ અખિલેશ, તમે વીજળી પણ નથી આપી શક્યા, મફતની શું વાત કરો છો. જે વીજળી નથી આપી શકતો, શું તે મફતમાં વીજળી આપી શકશે?’.
અમિત શાહે વધુમાં કહ્યું કે, ભાજપની સરકાર આવ્યા બાદ જે બાહુબલીથી પોલીસ ડરતી હતી તે બાહુબલી પોલીસના ડરથી ગળામાં પટ્ટો બાંધીને સરેન્ડર કરવા લાગ્યા હતા. ક્યાંક આઝમ ખાન, ક્યાંક મુખ્તાર અંસારી.. ખબર નહીં કેટલા એવા હતા જેમણે ડર ફેલાવ્યો. 2000 હજાર કરોડની જમીન, સરકારી મિલકતો જે માફિયાઓએ કબજે કરી હતી તે ખાલી કરાવવાનું કામ ભાજપ સરકારે કર્યું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઘણી વખત મથુરાની મુલાકાત લઈ ચુક્યા છે, પરંતુ તેઓ ગૃહ પ્રધાન પદ પર આવ્યા બાદ પ્રથમ વખત ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં આવ્યા હતા.
AIMIM નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તુલના અખિલેશ યાદવ સાથે કરી હતી. તેમણે કહ્યું કે બંને એક જ સિક્કાની બે બાજુ છે. તેમણે કહ્યું કે અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ વચ્ચે કોઈ તફાવત નથી, બંને એક જ સિક્કાની બે બાજુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે સવારે મથુરા જિલ્લામાં તીર્થધામ વૃંદાવન પહોંચ્યા. તેમણે વૃંદાવનના બાંકે બિહારી મંદિરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વૃંદાવન હેલિપેડથી બહાર આવ્યા બાદ બીજેપી કાર્યકર્તાઓને મળ્યા. ત્યારબાદ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા માટે નીકળ્યા.