સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી રાહત મળી
કોર્ટે કહ્યું કે, નવા સ્પિકર હાલમાં કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે.
કોઈ કાર્યવાહી નહીં કરી શકે સ્પીકર: સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી રાહત મળી ગઈ છે. કોર્ટે કહ્યું કે, નવા સ્પિકર હાલમાં કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે. ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, તેમના વિરુદ્ધ અયોગ્યતાના કાર્યવાહી થઈ શકે છે. સીજેઆઈ એનવી રમણાએ કહ્યુ કે, સ્પિકરને જણાવી દો કે હાલમાં કોઈ કાર્યવાહી ન કરે, આ કેસ માટે બેન્ચનું ગઠન કરવામાં આવશે. જે ટૂંક સમયમાં થશે, હાલમાં કોઈ તારીખ આપી શકે નહીં.
સીજેઆઈની ટિપ્પણી બાદ ઉદ્ધવ જૂથ તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે દલીલ આપી હતી કે, 39 ધારાસભ્યોની અયોગ્યતા મામલા પર સુનાવણીને સુપ્રીમ કોર્ટે 27 જૂનના બદલે 11 જૂલાઈએ કરવા કહ્યું હતું. પણ તે આજેય નથી થઈ શક્યું. સીજેઆઈએ કહ્યું કે, સ્પિકરને સૂચિત કરવામાં આવે કે, ધારાસભ્યો વિરુદ્ધ કોઈ એક્શન અથવા સુનાવણી હાલમાં ન કરે. કોર્ટમાં ચુકાદો આવે ત્યાં સુધી તેને સ્થગિત રાખવામાં આવે.