21 જૂલાઇએ મતગણતરી હાથ ધરવામાં આવશે
25 જૂલાઇએ નવા રાષ્ટ્રપતિ લેશે શપથ
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન
દેશમાં 15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. આ ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે. 21 જુલાઈએ મતગણતરી બાદ જાણ થશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે યશવંત સિન્હાએ એક એવી અપીલ કરી દીધી કે ભાજપમાં ડર પૈદા થઇ ગયો. યશવંત સિન્હાએ સાંસદો-ધારાસભ્યોને કહ્યું કે પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે ભાજપના મતદારોને કહ્યું કે હું ક્યારેક તમારી પાર્ટીનો હતો. જોકે, હવે તે પાર્ટી ખતમ થઇ ચૂકી છે અને સમગ્ર રીતે એક નેતાના નિયંત્રણમાં છે.
તેમણે કહ્યું કે, આ ચૂંટણી ભાજપમાં ખુબ જ જરૂરી કોર્સ કરેક્શનનો આખરી મોકો છે. મારી ચૂંટણીમાં તમે દેશની લોકશાહીને બચાવો. આ ચૂંટણી 2 ઉમેદવારો વચ્ચેની નથી, પરંતુ આ 2 વિચારધારાઓની ચૂંટણી છે, જેનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ. મારી વિચારધારા ભારતનું બંધારણ છે અને મારા પ્રતિસ્પર્ધી તે તાકાતોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની વિચારદારા અને એજન્ડા બંધારણ બદલવાનો છે.
મુખ્ય ચૂટંણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન કરશે.
મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી.જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય સમાન મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરે છે. તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો પણ સામેલ છે.