બપોરે કમલમ ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાશે
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેસ ધારણ કરશે
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરશે સ્વાગત
ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે ભાજપ પક્ષમાં હાલ પ્રવેસોત્સવ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોતાની પાર્ટીથી નારાજ અનેક નેતાઓ પક્ષ બદલી ભાજપના રંગે રંગાઇ રહ્યા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી અનેક નેતાઓ ભાજપ અને આપમાં ગયા બાદ આ શીલશીલો યથાવત રહેવા પામ્યો છે. તેવા સંજોગો વચ્ચે આવતીકાલે 50 જેટલા ડૉક્ટર ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપમાં ભરતી થવા લાગી છે, જેને કારણે રાજયમાં ભાજપ મજબૂત બન્યું છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષમાં ગાબડું પાડવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો-આગેવાનો રિતસરના મેદાને ઉતર્યા છે. રોજ-રોજ અનેક પક્ષના નેતાઓ કેસરિયા કરી રહ્યા છે, ત્યારે ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઇ આજે બપોરે 50 થી વધુ ડૉક્ટર ભાજપમાં જોડાશે.આજે રવિવારે બપોરના સમયગાળા દરમિયાન કમલમ ખાતે તબીબો ભાજપમાં વિધિવત રીત જોડાશે.મુખ્યમંત્રીના નિવાસસ્થાને બપોરનું ભોજન લીધા બાદ તમામ તબીબો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેસ ધારણ કરશે.તેમ જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો તમામનું સ્વાગત કરશે. મહત્વનું છે અગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપના આગેવાનો પોતાનો 150 સીટ ઉપરનો લક્ષ્યાંક પાર પાડવા અને ચુંટણીમાં ઇતિહાસ સર્જવા માટે અત્યારથી જ એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ કોઇ કાળે કસર છોડવા માંગતો ન હોય તેમ ચુંટણીની જાહેરાત થયા અગાઉ જ તળીયેથી કામગીરી આરંભી દીધી છે.ઉલ્લેખનીય છે કે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. ગઈકાલે કોંગ્રેસના સાત સદસ્યો દીવ અને દમણના પ્રભારી વિજ્યાબહેન રાહતકરની હાજરીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસના નારાજ જુથના 7 સભ્યો ભાજપમાં જોડાતા હવે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ પર કોંગ્રેસનું શાસન સમાપ્ત થયું છે. દીવ નગર પાલિકામા કુલ 13 બેઠકો છે જેમાં 10 કોંગ્રેસ પાસે અને 3 ભાજપના ફાળે હતી. છેલ્લા 10 વર્ષથી આ પાલિકા પર કોંગ્રેસનું શાશન હતું જો કે આજે 7 સદસ્યો ભાજપમાં જોડાતા હવે કોંગ્રેસ પાસે 3 સદસ્યો જ બાકી રહ્યા છે. સામે પક્ષે ભાજપની બેઠકમાં વધારો થયો છે અને તેની બેઠક વધીને 10 થતા ભાજપ મજબૂત પક્ષ બન્યો છે.