રાહુલ ગાંધીનો રદ્દ કરાયેલ કાર્યક્ર્મ ફરી યોજાશે
૧૦ મી મે ના રોજ આવશે રાહુલ ગાંધી આવશે દાહોદ
કોલેજ મેદાન ખાતે વિશાલ જનમેદનીને સંબોધશે
દાહોદમાં પહેલી મે નો રાહુલ ગાંધીનો મોકૂફ કાર્યક્રમ ફરી નક્કી કરાયો ૧૦ મી મે ના રોજ આવશે રાહુલ ગાંધી દાહોદમાં, આજે દાહોદના એપીએમસી કોન્ફ્રન્સ હોલમાં કોંગ્રેસ પ્રદેશના નેતાઓનું નેતૃત્વ દાહોદમાં આવીને દાહોદના નેતાઓ જોડે ચર્ચા કરી બેઠક યોજવામાં આવી હતી જેમાં દાહોદમાં આગામી 10 મી મે ના રોજ દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધશે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદના કોલેજ મેદાન ખાતે વિશાલ જનમેદનીને સંબોધશે તેવું આયોજન કરવા માટે દાહોદના ધારાસભ્યોથી લઈને કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ને વધુમાં વધુ જન્મેદની ભેગી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું
જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓએ બે લાખ જેટલી જન્મેદની ભેગી કરવાનું આશ્વાશન આપવામાં આવ્યું હતું અને ભવ્યથી ભવ્ય રાહુલ ગાંધીનો પોગ્રામ કરવા ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ એ દાહોદ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું જેમાં દાહોદ ખાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પૂર્વ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા અને માજી ધારાસભ્યો જોડાયા હતા અને દાહોદ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડે બેઠક યોજી હતી