કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે રવિવારે અહીં કહ્યું હતું કે પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યોમાં મોટું કદ ધરાવે છે, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રિયંકા ગાંધી વાડ્રા નરેન્દ્ર મોદી સામે વડા પ્રધાન પદ માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો સૌથી લોકપ્રિય ચહેરો છે. ક્રિષ્નમે કહ્યું કે કોંગ્રેસના ઘણા કાર્યકરોની ઈચ્છા છે અને દેશની જનતામાં એક સંદેશ પણ છે કે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની સામે કોઈ લોકપ્રિય નેતા હોય તો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હરાવી શકાય છે..
તેમણે કહ્યું કે અત્યારે દેશમાં જે પ્રકારનું રાજકીય વાતાવરણ પ્રવર્તી રહ્યું છે તેમાંથી દરેક વ્યક્તિ છૂટકારો મેળવવા માંગે છે. તેમણે કહ્યું, “સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે આપણી સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોથી દૂર જઈ રહ્યા છીએ. રાજકીય સ્વાર્થ સાધવા સંસ્કૃતિ, સભ્યતા અને ઈતિહાસની નવી વ્યાખ્યા બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.2024ની ચૂંટણીમાં ભાજપની સામે તાકાત સાથે જવું જોઈએ.
તેમણે કહ્યું કે 2024ની ચૂંટણી મુદ્દાઓની ચૂંટણી નથી પરંતુ ચહેરા અને વ્યક્તિત્વની ચૂંટણી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લડત આપવા માટે એક મજબૂત ચહેરો દેશની જનતા સમક્ષ લાવવો પડશે. ક્રિષ્નમે કહ્યું કે પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યોમાં મોટું કદ ધરાવે છે, પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી વડાપ્રધાન પદ માટે સૌથી લોકપ્રિય ચહેરો પ્રિયંકા ગાંધી છે.