દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને આજે નવા અધ્યક્ષ મળી ગયા છે. સવારે 10 વાગ્યાથી કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં મતની ગણતરી ચાલુ છે. મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરુર વચ્ચે થયેલા કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે 1 7ઓક્ટોબરે મતદાન થયું હતું. 9915માંથી 9500થી વધારે ડેલિગેટ્સે વોટ કર્યા હતા. 24 વર્ષ બાદ પહેલી વાર એવું થયું છે, જ્યારે કોઈ અધ્યક્ષ ગાંધી પરિવારથી બહાર ચૂંટાઈ આવ્યા છે.
આ અગાઉ સીતારામ કેસરી બિન ગાંધી પરિવારમાંથી અધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસ પોતાના 137 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર અધ્યક્ષ પદ માટે 6ઠ્ઠી વાર ચૂંટણી કરી હતી. મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા છે, અહીં ખડગેને કુલ 7897 વોટ મળ્યા હતા, જ્યારે શશિ થરુરને 1072 વોટ મળ્યા હતા, જ્યારે 416 વોટ રદ થયા હતા. કુલ 9385 નેતાઓએ 17 ઓક્ટોબરના રોજ વોટ નાખ્યા હતા. કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે બે ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધી જ ટક્કર હતી.
જેમાથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેની જીત થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી યોજાઈ હતી અને પ્રેદશના કોંગ્રેસના કાર્યાલય ખાતે તેમનો મતદાન થયું હતું. જેઓ બંન્ને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે પ્રચાર અર્થે ગુજરાતમાં પણ આવ્યા હતા. મલ્લિકાર્જુન ખડગે 16મી લોકસભામાં કર્ણાટક Indian National Congress પાર્ટીના કદાવર નેતા છે. તેઓ કર્ણાટકના ગુલબર્ગાથી કોંગ્રેસના સાંસદ ચૂંટાઈ આવ્યા છે. તો આ સાથે જ તેઓ ભારત સરકારમાં રેલ્વેમાં પૂર્વ મંત્રી પણ હતા.
તેમની છબી એક સ્વચ્છ અને સક્ષમ નેતાની છે. તેઓ રાજકારણ, કાયદો, વહીવટની ગતિશીલતાના સારા જાણકાર માનવામાં આવે છે. નરેન્દ્રમોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર વિરુદ્ધ લોકસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે પોતાનું નેતૃત્વ કર્યુ. તેમણે સતત 10 વખત ચૂંટણી જીતી અને સતત 9 વખત ગુલબર્ગાથી સામાન્ય ચૂંટણી જીતી છે. તેઓ 40 વર્ષ માટે ધારાસભ્ય રહી ચૂક્યા છે.