પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયું છે. આ અંગે માહિતી આપતાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દિલ્હીએ જણાવ્યું હતું કે 92 વર્ષીય સિંહને આજે સાંજે ‘અચાનક બેહોશ’ થઈ જતાં ગંભીર હાલતમાં ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહ 26 સપ્ટેમ્બરના રોજ 92 વર્ષના થયા હતા અને આ અવસર પર તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય ઘણા નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી AIIMS પહોંચી ગયા છે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક વિશેષ વિમાનમાં દિલ્હીથી બેલગવી જવા રવાના થયા છે.
ગાહમાં થયો હતો, જે હવે પાકિસ્તાનનો ભાગ છે
કોંગ્રેસે મનમોહન સિંહને દૂરંદેશી રાજનેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનું યોગદાન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહનો જન્મ 1932માં પંજાબના ગાહ ગામમાં થયો હતો જે હવે પાકિસ્તાનનો ભાગ છે. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો. મનમોહન સિંહે 2004 થી 2014 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી પછી તેઓ ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા. આ સિવાય તેઓ ભારતીય રાજકારણમાં વડાપ્રધાન પદ સુધી પહોંચનારા એકમાત્ર શીખ રાજકારણી હતા.
1987માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને 1987માં રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ બદલ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય 2010માં તેમને સાઉદી અરેબિયા દ્વારા ‘ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ’ અને 2014માં તેમને જાપાન દ્વારા ‘ઓર્ડર ઓફ ધ પાઉલોનિયા ફ્લાવર્સ’થી નવાજવામાં આવ્યા હતા. તાજેતરમાં જ શીખ સંગઠન ‘નામધારી સંગત સેવા સમિતિ’એ પણ ભારત સરકારને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ભારત રત્નથી સન્માનિત કરવાની અપીલ કરી હતી.