ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ
પીએમ મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન
ભાષાના આધારે વિવાદો ઊભા કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
આજે જયપૂરમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ભારત પાસેથી ઘણી આશાઓ લઈને દુનિયા જોઈ રહી છે. એવી જ રીતે ભારતમાં ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ છે. દેશની જનતા ભાજપ તરફ વિશેષ આશા, અને વિશ્વાસથી જોવે છે.\જયપુરમાં ગુરુવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠકના બીજા દિવસે પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. બેઠકમાં આ વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલની ચૂંટણી, આવતા વર્ષે યોજાનારી અનેક રાજ્યોની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણી 2024 અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
PM MODI એ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ભાષાના આધારે વિવાદો ઊભા કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ દરેક ભાષાઓમાં ભારતની સંસ્કૃતિ જોવે છે અને તેણે પૂજનીય માને છે. આપણે દરેક ભાષાને મહત્વ આપ્યું છે. PM મોદીએ કહ્યું, ‘મિત્રો, દેશની જનતાએ 2014માં નવો ઈતિહાસ લખવાનું નક્કી કર્યું. ભભારતનો દરેક નાગરિક પરિણામ ઈચ્છે છે. સરકારોને કામ કરતી જોવા માંગે છે. તેની આંખો સમક્ષ પરિણામ જોવા માંગે છે. હું આને રાજકીય લાભ અને નુકસાનને બાજુ પર રાખીને એક વિશાળ સકારાત્મક પરિવર્તન માનું છું. જો 130 કરોડ લોકોની આકાંક્ષાઓ આ રીતે વધે છે તો સરકારોની જવાબદારી પણ વધે છે.