શરદ પવાર સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય
વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો કરશે સામનો
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નહીં આપે રાજીનામું
શિવસેના નેતા એકાનાથ શિંદેની બળવાખોરીને કારણે મહારાષ્ટ્ર સરકારમાં સંકટ પેદા થયું છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકાર બચાવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે ગઈકાલે NCP નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરનું રાજીનામું નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવાને બદલે વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો સામનો કરશે.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને લઈને મહારાષ્ટ્ર સરકાર સકંટમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારને બચાવવા ઘણાં દિગ્ગજ નેતાઓ પોતાની પૂરી તાકત લગાવી દીધી છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના માં વિદ્રોહથી ઉત્પન્ન થયેલા રાજકીય સંકટના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહી આપે પરંતુ વિધાનસભામાં શક્તિ પરીક્ષણનો સામનો કરશે. માતોશ્રી પર શુક્રવારે સાંજે ઉદ્ધવ અને NCPના પ્રમુખ શરદ પવારની વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં આ રણનીતિ પર સહમતિ બની હતી.
શિવસેનાના સાંસદ સંજય રાઉતની ઉપસ્થિતિમાં માતોશ્રી પર થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકાર બચાવવામાં માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને મહાવિકાસ અઘાડીના વરિષ્ઠ નેતાઓ આનો લાભ ઉઠાવીને વિદ્રોહી નેતાઓ અને તેમના સમર્થકો પર શાબ્દિક હુમલો કર્યો હતો.
સરકાર જો સદનમાં બહુમત મેળવે છે તો એમવી પહેલાની તુલનાથી વધુ મજબૂત બને ઉભરશે. અને ઉદ્ઘવ ઠાકરે તેના નાયક હશે . સૂત્રોના જણાવ્યા અનુસાર 2019માં ભાજપને સત્તા પર થી દૂર રાખવા માટે એમવીના ગઠન માટે મહત્વની ભૂમિકા નિભાવવા વાળા શરદ પવારે ઉદ્ઘવ ઠાકરેના આસાનીથી હાર ન માનવા માટે મનાવી લીધા છે.