ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. જેમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કર્ણાટકમાં ગત વખતની જેમ આ વખતે પણ એક જ તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
2018ની ચૂંટણીના પરિણામો શું હતા
2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 224 બેઠકોવાળી વિધાનસભામાં 104 બેઠકો જીતી હતી. સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર રહ્યો. જેડીએસ અને કોંગ્રેસે ચૂંટણી પછીના ગઠબંધનમાં સરકાર બનાવી. બાદમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાથી કુમારસ્વામી સરકારનું પતન થયું. ધારાસભ્યોના પક્ષપલટા બાદ ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી.
યેદિયુરપ્પાએ સીએમ પદ છોડી દીધું હતું
જો કે, કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાએ 26 જુલાઈ 2021 ના રોજ, તેમના ચોથા કાર્યકાળની બીજી વર્ષગાંઠના રોજ મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. 28 જુલાઈ 2021ના રોજ બસવરાજ બોમાઈએ તેમનું સ્થાન લીધું. રાજ્યમાં હવે ચૂંટણી થવાની છે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને આંતરિક કલહમાંથી પસાર થઈ રહ્યા છે. ભાજપ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને સીએમ બસવરાજ બોમાઈ વચ્ચેના મતભેદોને ઉકેલવામાં વ્યસ્ત છે. તે જ સમયે, કોંગ્રેસ કર્ણાટક પ્રમુખ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એક કરવામાં વ્યસ્ત છે.