ED કોંગ્રેસ પર મોટી કાર્યવાહી
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું
રણદીપ સુરજેવાલાએ ઝાટકણી કાઢી
ઍન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ-EDએ મોટા એક્શન લેતા કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી સાંસદ રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. આ સમન્સ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ મામલે મોકલવામાં આવ્યું છે. 2015માં એજન્સીએ તેની તપાસ બંધ કરી દીધી ગતી. પણ હવે ફરીથી આ કેસ મામલે કોંગ્રેસના બંને નેતાઓને સમન્સ મોકલવાંમાં આવ્યું છે.
અધિકારીઓના હવાલે આ સમાચાર મળ્યા છે તો વળી EDની આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, અમારા અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે. 1942માં જ્યારે નેશનલ હેરાલ્ડ અખબાર શરૂ થયું હતું, ત્યારે તે સમયે અંગ્રેજોએ તેને દબાવાની કોશિશ કરી હતી, અને આજે પણ એવું જ થઈ રહ્યું છે, એટલા માટે EDનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ સરકાર પર બદલાની ભાવનાથી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અમે ડર્યા નથી અને ઝૂકવાના પણ નથી, મજબૂતીથી લડીશું. આ એક રાજકીય લડાઈ છે. સમન થોડા દિવસ પહેલા પણ મોકલ્યું હતું. જરૂરી હશે તો સોનિયા ગાંધી નિશ્ચિતપણે જશે અને રાહુલ ગાંધી માટે અમે થોડો સમય માંગીશું. ED એ તેમને 8 જૂન પહેલા પૂછપરછ માટે બોલાવ્યા છે. સુરજેવાલાએ દાવો કર્યો છે કે, આ કેસમાં ન તો મની લોન્ડ્રીંગ કે ન તો મની એક્સચેંજના કોઈ પુરાવા છે.