- મમતા બેનર્જી અને મોદી વચ્ચે થયો વિવાદ
- મોદીની સભામાં મમતા બેનર્જીને બોલવા દેવામાં ન આવ્યા
- મોદીએ બોલાવેલ આજની બેઠકમાં મમતા બેનર્જી ગેર હાજર રહ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે વિવિદ થયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે વાત એવી બની છે કે, પીએમ મોદીએ આજે બોલાવેલી એક બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી હાજર રહ્યા ન હતા. આને આ ઘટના પછી સીએમ મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે તણાવ સામે આવ્યો છે. ઋષિ અરવિંદોની 150મી જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદીએ આજે સમિતિની બેઠક બોલાવી હતી. પરંતુ મમતા બેનર્જી આ બેઠકમાં પહોંચ્યા ન હતા. વાસ્તવમાં, તેઓ પીએમ મોદીની સભામાં બોલવા ન દેવાથી નારાજ છે. તેમણે આ બેઠકમાં ન આવવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જી દેશની આઝાદીના 75માં વર્ષ પર પોતાની આગવી શૈલીમાં એક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે મમતા બેનર્જી જે પણ ઈચ્છે છે તે પીએમ મોદીની સરખામણી કરી શકે તેમ નથી. આઝાદીના 75મા વર્ષની ઉજવણી માટે પીએમ મોદીની સભામાં મમતા બેનર્જીને બોલવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જેને લઈ સમગ્ર વિવાદ ઊભો થયો છે.

Controversy erupts between Mamata Banerjee and Modi over this!
- દીદીને બોલવા દેવામાં ન આવતા થયા નારાજ
પીએમની સભામાં બોલવા ન દેવાથી મમતા દીદી ખૂબ નારાજ છે. આ જ કારણ છે કે આજે પીએમ દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં તે હાજર રહી ન હતી. મમતા બેનર્જીએ કાર્યક્રમો માટે એક અલગ કમિટીની રચના કરી છે. આ સમિતિમાં તેમણે ચિત્રકાર સુભાપ્રસન્ના, જોગેન ચૌધરી, ગાયક અજય ચક્રવર્તી, કવિ જોય ગોસ્વામી જેવા બુદ્ધિજીવીઓને સામેલ કર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મદિવસ, 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ અને 30 જાન્યુઆરીએ ગાંધી સ્વર્ણની ઉજવણી કરવાની યોજના બનાવી છે. મમતા બેનર્જીએ દેશના 75મા સ્વતંત્રતા દિવસ અને પશ્ચિમ બંગાળ દ્વારા ઉજવવામાં આવતા અનેક રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી માટે કેન્દ્ર સાથે સ્પર્ધા કરીને એક સમિતિની રચના કરી છે. તેમણે રાષ્ટ્ર પ્રત્યેના તેમના વલણ વિશે રાષ્ટ્રને સંદેશ આપવાનું આયોજન કર્યું છે.
ટીએમસીના નેતાઓનું માનવું છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જી પીએમ મોદીના રાષ્ટ્રીય વિકલ્પ બની ગયા છે. રાજ્યના વરિષ્ઠ કેબિનેટ મંત્રી શોભનદેવ ચટ્ટોપાધ્યાયનું માનવું છે કે પીએમ મોદી દ્વારા મમતાનું અપમાન થયું છે, તેથી તેમણે બેઠકમાં હાજરી આપી નથી. તેમણે કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આ કાર્યક્રમની ઉજવણી માટે તેમને કેન્દ્રની મદદની બિલકુલ જરૂર નથી. રાષ્ટ્રને મમતા બેનર્જીનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે.