શિલોંગના રાજભવનમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને રાજ્ય મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.
જ્યારે શિલોંગમાં પ્રેસ્ટન ટાયન્સોંગ અને સ્નીવભાલંગ ધરે મેઘાલયના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મેઘાલયના ગવર્નર ફાગુ ચૌહાણે એનપીપીના પ્રેસ્ટન ટાયનસોંગ અને ભાજપના એલેક્ઝાંડર લાલુ હેક સહિત 12 સભ્યોની મંત્રી પરિષદને શપથ લેવડાવ્યા હતા.
કોનરાડ સંગમાએ બીજી વખત મેઘાલયના સીએમ તરીકે શપથ લીધા છે. સંગમાને UDP અને PDFનું સમર્થન મળ્યા બાદ બહુમતીનો આંકડો પાર થયો હતો. ગઠબંધનને ભાજપના બે ધારાસભ્યો સહિત 45 ધારાસભ્યોનું સમર્થન છે.
એનપીપીના 26 અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ના 11 ધારાસભ્યો જીત્યા છે. 60 સભ્યોની વિધાનસભામાં એનપીપીને પહેલાથી જ ભાજપના બે ધારાસભ્યો અને કેટલાક અન્ય લોકોનું સમર્થન મળી ચૂક્યું છે. ગઈકાલે, યુડીએફ સિવાય, પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીએફ) એ પણ કોનરાડને સમર્થનનો પત્ર આપ્યો હતો.