દ્રૌપદી મુર્મૂ બન્યા ભારતમા 15મા રાષ્ટ્રપતિ
7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ
NDAના દાવા મુજબ દ્રોપદી મુર્મૂને 64 ટકા મત મળ્યા
ભારતમા 15મા રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત થઇ છે.દેશભરમાં ભાજપ અને NDAના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હોવાનુ સામે આવ્યુ હતુ. ગુજરાત વિપક્ષના 10 ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂના સમર્થનમાં વોટ કર્યા છે જેને લઇને ગુજરાત કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગયું છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા પક્ષ સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોની ઓળખ કરવામાં આવશે. કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ છે. જેની કોંગ્રેસ દ્વારા ઓળખ કરાશે. આવા ધારાસભ્યોની ઓળખ કરવા માટે કમિટીની રચના કરાશે અને તેનો રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વને સોંપવામાં આવશે. મહત્વનું છેરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના દાવા મુજબ દ્રોપદી મુર્મૂને 64 ટકા મત મળ્યા જ્યારે વિપક્ષ ઉમેદવાર યશવંત સિન્હાને 36 ટકા મત મળ્યા.
બીજેપીએ દાવો હતો કે આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓછામાં ઓછા 17 સાંસદોએ ક્રોસ વોટિંગ દ્વારા દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે ભાજપને મુર્મુના સમર્થનમાં 523 મતોની અપેક્ષા હતી, પરંતુ મતોની ગણતરી દર્શાવે છે કે મુર્મુને 540 સાંસદોના મત મળ્યા છે. આ કેસમાં ઓછામાં ઓછા 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે. એ જ રીતે 104 ધારાસભ્યોએ પણ યશવંત સિન્હાને બદલે દ્રૌપદી મુર્મુને પોતાની પહેલી પસંદ માની છે. હવે દ્રોપદી મુર્મૂ આગામી 25 જુલાઇના રોજ રાષ્ટ્રપતિના પદના શપથ લેશે.
રાષ્ટ્રપતિ ચૂંટણીના મતોની ગણતરી કુલ ચાર રાઉન્ડમાં થઇ. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 4754 મત પડ્યા હતા. ગણતરીના સમયે 4701 મત યોગ્ય અને 53 અમાન્ય ગણાયા. કુલ મતોની વેલ્યૂ 528491 હતા. જેમાં દ્રોપદી મુર્મૂને કુલ 2824 મત મળ્યા. તેની વેલ્યૂ 676803 હતી. ત્યારે, યશવંત સિન્હાને I877 મત મળ્યા. જેની વેલ્યૂ 380177 રહ્યા. ત્યારે યશવંત સિન્હાને 36 ટકા મત મળ્યા. મત અને વેલ્યૂ બન્ને રીતે મુર્મૂને સૌથી વધુ મત-વેલ્યૂ સાંસદોને મત અપાવ્યા. ત્યારે કેરળથી તેમને સૌથી ઓછા મત મળ્યા. બીજી તરફ યશવંત સિન્હાને આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમથી મત ન મળ્યા.
દ્રૌપદી મુર્મુ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા કે જેઓ આઝાદી પછી દેશમાં જન્મ્યા હતા. દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ થયો હતો. 1947માં દેશને આઝાદી મળ્યાના લગભગ 11 વર્ષ બાદ. દેશમાં અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિનો જન્મ 1947 પહેલા થયો હતો. મુર્મુના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ આ પ્રથમ વખત બન્યું કે, દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ખુરશી પર એવા વ્યક્તિ છે જેમનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હોય.
સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો ખિતાબ પણ મુર્મુને ગયો છે. દેશમાં સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો રેકોર્ડ નીલમ સંજીવા રેડ્ડીના નામે છે. જે 1977માં બિનહરીફ રાષ્ટ્રપતિ બન્યા હતા. રેડ્ડીની ઉંમર 64 વર્ષ, 2 મહિના અને 6 દિવસની હતી જ્યારે તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. તે જ સમયે, 20 જૂન 1958ના રોજ જન્મેલા દ્રૌપદી મુર્મુની ઉંમર 25 જુલાઈ 2022ના રોજ પદ સંભાળતી વખતે 64 વર્ષ, 1 મહિનો અને 8 દિવસની છે.
દ્રૌપદી મુર્મુ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી મહિલા નેતા બન્યા છે. મુર્મુનો જન્મ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં સંથાલ સમુદાયના ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. દેશમાં આજ સુધી કોઈ આદિવાસી વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની ખુરશી સુધી પહોંચી શક્યા ન હતા. જો કે કેઆર નારાયણન અને રામનાથ કોવિંદના રૂપમાં દેશને 2 દલિત રાષ્ટ્રપતિ મળ્યા છે.
દ્રૌપદી મુર્મુની જીત સાથે ઓડિશાનું નામ પણ તે રાજ્યોમાં સામેલ થઈ ગયું જેના લોકો દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચ્યા છે. અત્યાર સુધી રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠેલા લોકોમાંથી 7 દક્ષિણ ભારતના છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ બિહારના હતા.
ભારતમાં એક સમયે કાઉન્સિલર રહી ચૂકેલા વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા તેવો આ પ્રથમ પ્રસંગ બન્યો છે. દ્રૌપદી મુર્મુએ 1997માં રાયરંગપુર નગર પંચાયતની કાઉન્સિલર બનીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્રણ વર્ષ પછી 2000માં તે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. તેઓ ઓડિશાની BJD-BJP સરકારમાં બે વખત મંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે.