અગ્નિપથ યોજનાનો વિરોધને સમર્થન આપતું કોંગ્રેસ
સોનિયાગાંધી એ હોસ્પિટલમાંથી લખ્યો પત્ર
બેડ પરથી સોનિયા ગાંધીએ પ્રદર્શનકારી યુવાનોને લેટર લખીને કરી મોટી અપીલ
સરકારની નવી અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વિરોધમાં રાજકીય રંગ લાગ્યો છે. એક તરફ જ્યાં પ્રદર્શનકારીઓ દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ ભરતી પ્રક્રિયામાં ફેરફારને લઈને વિપક્ષ પણ કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે. આ ક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ હોસ્પિટલમાંથી દેશના યુવાઓને એક પત્ર જાહેર કર્યો છે. તેમણે દેશના યુવાઓને સંબોધિત કરતા કહ્યું કે, મને દુખ છે કે સરકારે તમારા અવાજની અવગણના કરી અને એક નવી યોજનાની જાહેરાત કરી જે સંપૂર્ણ દિશાહીન છે. હું આપ સૌને અપીલ કરું છું કે વિરોધ કરો પરંતુ અહિંસક અને શાંતિપૂર્ણ રીતે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમારી સાથે છે.સોનિયા ગાંધીએ પાત્ર શેર કાર્યોઈ તેમાં લખ્યું હતું કે, “તમે ભારતીય સેનામાં જોડાવાની અને દેશની સેવા કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવાની ઇચ્છા રાખો છો.
સેનામાં લાખોની સંખ્યામાં પદ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી સેનામાં ભરતી ન થવાનું દર્દ હું સમજી શકું છું. એરફોર્સમાં ભરતી પરીક્ષાના પરિણામ અને નિમણૂકની રાહ જોઈ રહેલા યુવાનો પ્રત્યે મને સંપૂર્ણ સહાનુભૂતિ છે.” સરકારની આ નવી યોજનાનો વિરધ સાથે સરકારની જાટકણી કાઢતા કહ્યું હતું કે, નવી આર્મી ભરતી યોજનાની જાહેરાત સંપૂર્ણપણે દિશાવિહીન છે. સોનિયાએ લેટરમાં વધુમાં લખ્યું કે તમારી સાથે ઘણા પૂર્વ સૈનિકો અને સંરક્ષણ નિષ્ણાતોએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નિશ્ચિતપણે તમારી સાથે છે અને આ યોજનાને પાછી મેળવવા અને તમારા હિતોનું રક્ષણ કરવાનું વચન આપે છે. અમે એક સાચા દેશભક્તની જેમ અહિંસા, સંયમ અને શાંતિના માર્ગે ચાલીશું અને સરકાર સમક્ષ અવાજ ઉઠાવીશું. હું તમને વિનંતી કરું છું કે તમારી કાયદેસરની માંગણીઓ માટે શાંતિપૂર્ણ અને અહિંસક આંદોલન કરો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમારી સાથે છે.